ઓસ્ટ્રેલિયાના શહેરોમાં નોકરી પર જવા-આવવા માટેના સમયમાં જંગી વધારો નોંધાયો

ઓસ્ટ્રેલિયાના મોટા શહેરોના રહેવાસીઓ અઠવાડિયે સરેરાશ 4.5 કલાક જેટલો સમય ટ્રેન, બસ અને કારમાં પસાર કરે છે. વર્ષ 2002ની સરખામણીમાં મોટો વધારો.

Traffic congestion on the M5 motorway westbound, Sydney, Tuesday, May 22, 2012. (AAP Image/Dean Lewins) NO ARCHIVING

Source: AAP

ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોના નાગરિકોને નોકરી - ધંધાના સ્થળ પર આવવા અને ઘરે જવા માટે લાગતા સમયમાં સતત વધારો થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની હાઉસહોલ્ડ, ઇન્કમ અને લેબર ડાયનામિક્સ (HILDA) સંસ્થાએ કરેલા એક સર્વે પ્રમાણે વર્ષ 2002માં નોકરીના સ્થળ પર આવવા-જવા માટે સરેરાશ 3.7 કલાકનો સમય લાગતો હતો જે 2017માં 4.5 કલાક સુધી પહોંચી ગયો હતો.

2017માં ઓસ્ટ્રેલિયાના મોટા શહેરો સિડની, મેલ્બર્ન, બ્રિસબેન, એડીલેડ, પર્થ જેવા શહેરોમાં રહેતા નાગરિકોને દેશના અન્ય વિસ્તારોના નાગરિકો કરતા નોકરીના સ્થળ પર આવવા-જવા માટે વધારે સમય વિતાવવો પડે છે.

ઓસ્ટ્રેલિયાના મોટા શહેરોમાં દરરોજ અપ-ડાઉન કરવામાં 66 મિનિટ જેટલો સમય લાગે છે. જે વર્ષ 2002માં 55 મિનિટ જેટલો હતો.

Image

મોટા શહેરોમાં નોકરીએ જવા-આવવા માટે લાગતો સમય (2017)

  • સિડની  71 મિનિટ
  • બ્રિસબેન 67 મિનિટ
  • મેલ્બર્ન 65 મિનિટ
  • પર્થ     59 મિનિટ
  • એડિલેડ 56 મિનિટ

નોધર્ન ટેરીટરીમાં રહેતા લોકો દરરોજ 35 મિનિટ જેટલો સમય મુસાફરીમાં પસાર કરે છે.

સમય વધવાનું કારણ

છેલ્લા એક દશકમાં ઓસ્ટ્રેલિયાના મોટા શહેરોનો વિકાસ થયો છે. શહેરોની વસ્તી વધતા રોડ પર ટ્રાફિક જામની સમસ્યા વધી છે અને કામધંધાના સ્થળ પર જવા-આવવાના સમયમાં વધારો થયો છે.

Image

નોકરી પર અસર

સર્વેના તારણ પ્રમાણે, જે નાગરિકોને મુસાફરી માટે દરરોજ સરેરાશ બે કલાક જેટલો સમય લાગે છે. તેઓ નોકરીના લાંબા સમય તથા વેતનથી સંતુષ્ટ જણાતા નથી અને મહેનતના પ્રમાણમાં વેતન ન મળતું હોવાના વિચારના કારણે તેઓ એક વર્ષથી ઓછા સમયમાં જ નોકરી છોડી દે છે.

ઇત્તર પ્રવૃત્તિ માટે ઓછો સમય

વિવિધ અભ્યાસના પરિણામ જણાવે છે કે નોકરી – ધંધા પર આવવા કે જવાના લાંબા સમયના કારણે લોકો નોકરી સિવાયની અન્ય ઇત્તર પ્રવૃત્તિ માટે ઓછો સમય ફાળવી શકે છે. કસરત, પરિવાર સાથે સમય, અન્ય સામાજિક કાર્યો કરવામાં ઓછો સમય આપતા હોવાના કારણે તેમની માનસિક અને શારીરિક સ્થિતિ પર પણ આડઅસર પડી રહી છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm. 


Share

2 min read

Published

Updated

By Runing Ye, Liang Ma

Presented by SBS Gujarati

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now