હિન્દુધર્મના સૌથી મોટા તહેવાર, પ્રકાશના પર્વ દિવાળીની 14મી નવેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાના રાજનેતાઓએ ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા ભારતીય સમુદાયના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.
આ વર્ષે કોરોનાવાઇરસના કારણે વિશ્વભરના દેશોમાં દિવાળીની ઉજવણી અલગ રીતે થશે ત્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ભારતીય સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, જે પ્રકારે દિવાળી અંધકારને દૂર કરીને ઉજાસ પાથરે છે એવી જ રીતે ઓસ્ટ્રેલિયા પણ કોરોનાવાઇરસની મહામારીના અંધકારમાંથી દૂર થઇ વધુ મજબૂત રીતે બેઠું થઇ રહ્યું છે.
મને ભૂતકાળમાં ઘણી વખત દિવાળીની ઉજવણીમાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ઓસ્ટ્રેલિયા બહુસાંસ્કૃતિક દેશ છે અને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા ભારતીય સમુદાયના લોકોને તેમની પરંપરા, સંસ્કૃતિનું જતન કરવા બદલ દિવાળીની શુભકામના પાઠવું છું.

Prime Minister Scott Morrison wishes everyone a 'Happy Diwali' Source: Supplied
વડાપ્રધાન સ્કોટ મોરિસને ભારતને મિત્ર ગણાવીને ભારતમાં વસવાટ કરતા લોકોને પણ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
એન્થની એલ્બાનીસી, વિરોધ પક્ષના નેતા
વિરોધ પક્ષના નેતા એન્થની એલ્બાનીસીએ પણ દિવાળીની શુભેચ્છા આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાવાઇરસની મહામારીના કારણે દિવાળી અલગ રીતે ઉજવવામાં આવી રહી છે પરંતુ આશા છે કે આગામી વર્ષે ફરીથી ભેગા મળીને દિવાળી ઉજવી શકીએ.
ગ્લેડિસ બેરેજીક્લિયાન, ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર
ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને રાજ્ય સહિત દેશમાં રહેતા ભારતીય મૂળના લોકોને દિવાળીનો સંદેશ પાઠવ્યો હતો.
તેમણે રાજ્યમાં વસવાટ કરતા ભારતીય મૂળના લોકોના યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે ભારતીય સમુદાયે વિવિધ ક્ષેત્રોમાં પોતાનો ફાળો આપી રાજ્યના વિકાસમાં ભાગીદારી નોંધાવી છે.
ડેનિયલ એન્ડ્ર્યુસ, વિક્ટોરીયા પ્રીમિયર
જ્યોફ લી, મલ્ટીકલ્ચરીઝમ મિનિસ્ટર, ન્યૂ સાઉથ વેલ્સ
જ્યોફ લીએ જણાવ્યું હતું કે, ઘરે દિવા પ્રગટાવીને, સજાવટ કરીને તથા મીઠાઇઓ વહેંચીને દિવાળીના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે દિવાળીની શુભેચ્છા પાઠવવા માટે પ્રખ્યાત સિડની ઓપેરા હાઉસ પર પણ દિવાળીની રોશની કરવામાં આવશે.

Alan Tudge's Diwali message Source: Supplied
એલન ટજ, ઇમિગ્રેશન, મલ્ટીકલ્ચલર બાબતોના મંત્રી, ઓસ્ટ્રેલિયા
મંત્રી એલન ટજે જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર ઓસ્ટ્રેલિયાના કેલેન્ડરમાં વિશેષ મહત્વ ધરાવે છે અને ઓસ્ટ્રેલિયાને બહુસાંસ્કૃતિક દેશ તરીકે ઓળખ અપાવે છે.
તેમણે કોરોનાવાઇરસની મહામારીના સમયમાં ભારતીય સમુદાયે ઓસ્ટ્રેલિયામાં આપેલા યોગદાનને બિરદાવીને તમામને દિવાળીની શુભકામના પાઠવી હતી.
જોડી મેકેય, ન્યૂ સાઉથ વેલ્સ, વિરોધ પક્ષના નેતા
ન્યૂ સાઉથ વેલ્સના વિરોધ પક્ષના નેતા જોડી મેકેયે રાજ્યના હિન્દુ, શીખ, જૈન સમાજના લોકોને પ્રકાશના પર્વ દિવાળીની શુભકામના પાઠવી હતી.
તેમણે કોરોનાવાઇરસની મહામારીના સમયમાં તમામ લોકો સુરક્ષિત રહી તથા તેમના જીવનમાં ઉજાસ પથરાય તેવી કામના સાથે દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.