નોકરી દરમિયાન શારીરિક છેડછાડનો ભોગ બન્યા બાદ મદદ કેવી રીતે લઇ શકો?

ઓસ્ટ્રેલિયામાં નોકરીના સ્થળ પર શારીરિક છેડછાડનો ભોગ બનવું સામાન્ય બાબત બની ગઇ છે. જોકે, શારીરિક છેડછાડ સામે રક્ષણ મેળવવા માટેના કેટલાક હક વિશે પણ જાણવું જરૂરી છે.

Man touching the legs of a woman

Source: Getty Images

ઓસ્ટ્રેલિયન હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે, છેલ્લા પાંચ વર્ષમાં ત્રણમાંથી એક કર્મચારીને નોકરી દરમિયાન શારીરિક છેડછાડનો અનુભવ થાય છે. જોકે, શારીરિક છેડછાડ અસ્વીકાર્ય છે અને તેને હળવાશથી લેવી ન જોઇએ.

શારીરિક છેડછાડ શું છે?

ધ ઓસ્ટ્રેલિયન હ્યુમન રાઇટ્સ કમિશનના જણાવ્યા પ્રમાણે, શારીરિક અડપલાં કે શારીરિક સુખની માંગણી કરી અન્ય વ્યક્તિનું અપમાન કરવુંએ  ગુનાહિત કૃત્ય છે. અને તેને શારીરિક છેડછાડ ગણવામાં આવે છે.

તે વિવિધ પ્રકારમાં થઇ શકે છે. જેમ કે બિભત્સ જોક્સ બોલવા, ડેટ પર જવા માટે કોઇને વણમાંગ્યું આમંત્રણ આપવું અને સેક્સની માંગણી કરવી, કોઇ પણ વ્યક્તિના વ્યક્તિગત જીવનમાં દખલ કરી પ્રશ્નો કરવા, સેક્સ આધારિત અપમાન કરવું, શારીરિક છેડછાડ કરવી અથવા બિભત્સ મેસેજ, ઇ-મેઇલ કરવા.
Improper office etiquette
Improper office etiquette Source: Getty Images

કોણ ભોગ બની શકે?

કોઇ પણ વ્યક્તિ શારીરિક છેડછાડનો ભોગ બની શકે છે પરંતુ, ઓસ્ટ્રેલિયન હ્યુમન રાઇટ્સ કમિશન નેશનલ સર્વેના જણાવ્યા પ્રમાણે, યુવતીઓ શારીરિક છેડછાડનો સૌથી વધુ ભોગ બને છે.

છેલ્લા પાંચ વર્ષમાં 30 ટકા સ્ત્રીઓએ શારીરિક છેડછાડનો ભોગ બન્યાનું સ્વીકાર્યું હતું. જ્યારે 26 ટકા પુરુષોએ પણ શારીરિક છેડછાડનો અનુભવ થયાનું જણાવ્યું હતું.

29 વર્ષની ઉંમર ધરાવતા યુવાનો શારીરિક છેડછાડનો સૌથી વધુ ભોગ બન્યા હતા.

મદદ કેવી રીતે મેળવી શકાય?

નોકરીના સ્થળ પર જો શારીરિક છેડછાડનો અનુભવ થાય તો સેક્સ ડીસ્ક્રીમીનેશન એક્ટ અંતર્ગત મદદ મેળવી શકાય છે. આ અંગે વધુ માહિતી મેળવવી હોય તો ઓસ્ટ્રેલિયન હ્યુમન રાઇટ્સ કમિશનનો 1300 656 419 પર સંપર્ક કરી શકાય છે.

જો તમે આ અંગે માનસિક તાણ અનુભવતા હોય તો તમારા વિશ્વાસું મિત્ર અથવા 1800 RESPECT નો સંપર્ક કરી શકાય છે.

જો તમારે દુભાષિયાની મદદ લેવી હોય તો ઓસ્ટ્રેલિયન રાઇટ્સ કમિશનની માહિતી સુવિધા અથવા 1800 RESPECT પર ટ્રાન્સલેટીંગ સર્વિસ પણ મળી રહે છે.
Creative differences can make tempers flare in any office
Creative differences can make tempers flare in any office Source: Getty Images

ફરિયાદ કેવી રીતે કરી શકાય?

જ્યારે તમે ફરિયાદ કરવાનું નક્કી કરો, ત્યારે તમે તમારા નોકરી સ્થળ પર માલિક કે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી શકો છો.

તમને અલગ અલગ પ્રકારના પ્રત્યુત્તર મળી શકે છે. કેટલાક અધિકારીઓ ફરિયાદને ગંભીરતાથી લે છે અને તરત જ તે અંગે પગલાં લે છે. જ્યારે અન્ય સ્થળ પર અધિકારીઓને આ પરિસ્થિતીમાં શું કરવું તેની જાણ હોતી નથી એટલે તેઓ અચકાય છે પરંતુ, હ્યુમન રાઇટ્સ કમિશનની મદદ લઇ શકાય છે, તેમ સેક્સ ડીસ્ક્રીમીનેશન કમિશ્નર કેટ જેન્કીન્સે જણાવ્યું હતું.

જો તમારા માલિક આ અંગે કોઇ પગલાં ન લે તો તમે ઓસ્ટ્રેલિયન હ્યુમન રાઇટ્સ કમિશનની મદદ લઇ શકો છો.

સામાન્ય રીતે તમે જ્યારે ઉચ્ચ અધિકારી કે માલિકને ફરિયાદ કરો છો ત્યારે તેમણે ફરિયાદને ગંભીરતાથી લેવાની હોય છે. તેઓ ભોગ બનનાર વ્યક્તિની મુશ્કેલીનું કંપનીની અંદર જ સમાધાન થાય તેવા પ્રયત્નો કરે છે, તેમ જેન્કીન્સે જણાવ્યું હતું.
Blank Sexual Harassment Complain Form
Sexual Harassment - Social Issue Concept Source: Getty Images

વધુ માહિતી ક્યાં મળી શકે?

શારીરિક છેડછાડ અને નોકરીના સ્થળ પર તમારા હકો વિશે વધુ માહિતી મેળવવા માટે ઓસ્ટ્રેલિયન હ્યુમન રાઇટ્સ કમિશન અને ફેર વર્ક ઓમ્બુડ્સમેન વેબસાઇટ્સની મદદ લઇ શકાય છે. બંને વેબસાઇટ પર વિવિધ ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ છે.


Share

Published

Updated

By Audrey Bourget
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
નોકરી દરમિયાન શારીરિક છેડછાડનો ભોગ બન્યા બાદ મદદ કેવી રીતે લઇ શકો? | SBS Gujarati