પર્થથી 289 મુસાફરો સાથે ચાર્ટર્ડ ફ્લાઇટ ન્યૂ દિલ્હી પહોંચી

કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયેલા મુસાફરોને ભારત જવા માટે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. બુધવારે ઉપડેલી ફ્લાઇટમાં કુલ 289 પેસેન્જર્સ ભારત પરત ફર્યા.

Passengers of chartered flight arrived at the Perth airport

Passengers of chartered flight arrived at the Perth airport Source: Supplied

વંદે ભારત મિશનમાં ઓસ્ટ્રેલિયાથી ભારત માટે જે ફ્લાઇટ્સ રવાના થઇ તે તમામ ફ્લાઇટ્સ સિડની અને મેલ્બર્નથી ઉપડી હતી.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થથી ભારત જવા માટેની એક પણ ફ્લાઇટ ન હોવાથી પર્થ સ્થિત એક ખાનગી કંપનીએ ન્યૂ દિલ્હીની ચાર્ટર્ડ ફ્લાઈટ નક્કી કરી હતી.

જેમાં સ્થાનિક ISWA (ઇન્ડીયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા) નામની સંસ્થાએ ફ્લાઈટ સાથે સંકલન કરવામાં મદદ કરી હતી.
Senior citizens met at one of the restaurants in Perth before their flight to India.
Senior citizens met at one of the restaurants in Perth before their flight to India. Source: Supplied

289 પેસેન્જર્સ સાથે ફ્લાઇટ રવાના

પર્થથી ભારત માટેની સૌ પ્રથમ ચાર્ટર્ડ ફ્લાઇટ બુધવારે રવાના થઇ હતી. જેમાં 289 પેસેન્જર્સનો સમાવેશ થતો હતો.

ગરુડાઇન્ડોનેશિયા એરલાઇન્સની ફ્લાઇટ નક્કી કરવામાં આવેલા પર્થના સ્થાનિક 1.55 વાગ્યાના સમયથી મોડી બપોરના 3.45 વાગ્યે રવાના થઇ હતી.

જાણવા મળ્યા પ્રમાણે, ભારત પ્રવાસ કરી રહેલા મોટાભાગના પ્રવાસીઓ ખૂબ જ ઉત્સાહિત હતા. અને, તમામ પેસેન્જર્સે વિવિધ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોવાથી તેઓ સવારના 9.30 કલાકે એરપોર્ટ પર પહોંચી ગયા હતા.

અંતિમ માહિતી મળી ત્યારે, ફ્લાઇટ નવી દિલ્હી પહોંચી ગઇ હતી.

પર્થમાં ફસાયેલા મુલાકાતીઓને લાભ મળ્યો

ચાર્ટર્ડ ફ્લાઇટમાં મુસાફરી કરવાના વિચારથી સિનિયર સિટીઝન્સ અને તેમના સંતાનો ભારે ઉચાટમાં હતા. જોકે, જોતજોતામાં એક ગ્રુપ તૈયાર થયું. અને, ભારત જવા માટે લગભગ 20 જેટલા ગુજરાતી પ્રવસીઓ મળ્યા.

ચાર્ટર્ડ ફ્લાઇટમાં મુસાફરી કરનારા અમદાવાદ, રાજકોટ, વડોદરા અને નડિયાદના પ્રવાસીઓ પર્થની મધર ઇન્ડીયા રેસ્ટોરન્ટસમાં ભેગા થયા હતા.

પર્થના પુરુષોત્તમ ભાઈ અને રાધાબેને તમામ ગુજરાતી મુસાફરોને રેસ્ટોરન્ટ્સમાં એકઠાં કર્યા હતા તથા ધારાબેન અને જયદીપભાઈએ ચાર્ટર્ડ ફ્લાઇટના બુકિંગ માટે મદદ કરી હતી. 

સિનિયર સિટીઝન્સે એકબીજા સાથે ઓળખાણ કરી હતી અને તેમણે સમગ્ર મુસાફરી દરમિયાન એકબીજાને સાથ આપવાનો નિર્ધાર કરી જુદા – જુદા કાર્યો વહેંચ્યાં હતા. અને, કોરોનાવાઇરસના સમયમાં તેમની ચાર્ટર્ડ ફ્લાઇટમાં મુસાફરી કરવાની ચિંતાનો અંત આવ્યો હોવાનું જણાવ્યું હતું.


Share

Published

Updated

By Amit Mehta, Vatsal Patel

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
પર્થથી 289 મુસાફરો સાથે ચાર્ટર્ડ ફ્લાઇટ ન્યૂ દિલ્હી પહોંચી | SBS Gujarati