ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન ખાતે અભ્યાસ કરતા એક ભારતીય મૂળના વિદ્યાર્થીનું ગાર્ડનર ફોલ્સ ખાતે પાણીમાં તણાઇ જતા મૃત્યુ થયું છે.
એબિન ફિલીપ દક્ષિણ ભારતના કેરાલાનો વતની હતો.
તે તેના 2 મિત્રો સાથે ક્વીન્સલેન્ડના પ્રખ્યાત ગાર્ડનર ફોલ્સની મુલાકાતે ગયો હતો. જ્યાં આ ઘટના બની હતી.
સનશાઇન કોસ્ટ કેરાલા એસોસિયેશનના પ્રમુખ સેબાસ્ટિયન સાજીશે SBS Malayalam સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એબિન ધોધમાં નહાવા ગયો હતો અને ત્યાર બાદ તે જોવા મળ્યો નહોતો.
સ્ટેટ ઇમર્જન્સી સર્વિસને સોમવારે બપોરે 3.30 વાગ્યે એક વ્યક્તિ ગુમ થઇ હોવાની જાણકરી પ્રાપ્ત થઇ હતી, તેમ ક્વીન્સલેન્ડ પોલિસે SBS Malayalam ને ઇમેલ દ્વારા આપેલા પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.
પોલિસે નિવેદનમાં જણાવ્યું હતું કે, ધોધ ખાતે પોલિસની ડાઇવ સ્ક્વોડને તેનું મૃત શરીર મળી આવ્યું હતું.
ઘટનામાં તે યુવકનું બિન-શંકાસ્પદ મૃત્યુ થયું હોવાનો કોરોનર રીપોર્ટ તૈયાર થશે, તેમ પોલિસે ઉમેર્યું હતું.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીની ડૂબી જવાની ઘટના બનતા સમાજના સભ્યોએ દેશમાં સ્થાયી થતા નવા માઇગ્રન્ટ્સને પાણી તથા અન્ય સ્થળો પર રહેલા જોખમો વિશે જાગૃતિ આવે દિશામાં કાર્ય થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
સિડની સ્થિત શાબૂ થોમસે જણાવ્યું હતું કે, સામુદાયિક સંસ્થાઓએ નવા સ્થાયી થતા માઇગ્રન્ટ્સ માટે જાગૃતિ અભિયાન શરૂ કરે તે જરૂરી છે.
એક રીપોર્ટના આંકડા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં ડૂબી જવાના મોટાભાગના કિસ્સામાં ભારતીય સમુદાયના રહેવાસીઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ડૂબી જવાના કિસ્સામાં પણ વધારો નોંધાયો છે.
વર્ષ 2018માં સિડનીના એક બિચ ખાતે ભારતીય વિદ્યાર્થીનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.
આ ઉપરાંત, વર્ષ 2021માં પર્થના દરિયામાં અન્ય એક ભારતીય વિદ્યાર્થી ડૂબી ગયો હતો.
ફિલીપે ક્વીન્સલેન્ડ સ્થિત સ્થાનિક કેરાલા એસોસિયેશન માટે પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું હતું.
સાજીશે જણાવ્યું હતું કે ફિલીપને સમાજના એક સક્રિય સભ્ય તરીકે યાદ કરવામાં આવશે.
સાજીશે ઉમેર્યું હતું કે ફિલીપ એક ઉમદા ફૂટબોલ ખેલાડી તથા કુશળ ફોટોગ્રાફર પણ હતો. તેણે સમાજ માટે ઘણા કાર્યક્રમોમાં પોતાની સેવા પણ આપી હતી.
મલયાલમ સમાજ સાજીશના પાર્થિવ શરીરને વતન પરત મોકલવા પર કાર્ય કરી રહ્યો હતો અને તે માટે GoFundMe પેજ પણ બનાવવામાં આવ્યું હતું.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.