સિડનીના પશ્ચિમ ભાગમાં આવેલા વેન્ટવર્થવિલ (Wentworthville) વિસ્તારમાં વધુ સ્થળોની કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિ દ્વારા મુલાકાત લેવામાં આવી હોવાથી વધુ સ્થળોનો ભયજનક વિસ્તારમાં સમાવેશ કરાયો છે. 
વેન્ટવર્થવિલના નીચેના સ્થળોની મુલાકાત લેનારા લોકોને જો તેમના લક્ષણો પર નજર રાખવા માટે જણાવાયુ છે અને જો લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
- વૂલવર્થ્સ - બુધવાર 30મી ડીસેમ્બર બપોરે 12થી 12.10
 - ગ્રીનફાર્મ મીટ - બુધવાર 30મી ડીસેમ્બર બપોરે 12.10થી 12.15
 - ઉદયા સુપરમાર્કેટ - બુધવાર 30મી ડીસેમ્બર સાંજે 6.30થી 6.35
 - અમ્બેસ બીગ એપ્પલ - શુક્રવાર 1લી જાન્યુઆરી સાજે 5.30થી 5.40
 - શ્રીલક્ષ્મી સુપરમાર્કેટ - શુક્રવાર 1લી જાન્યુઆરી રાત્રે 5.40થી 5.45
 - પીઝા હટ - શનિવાર 2જી જાન્યુઆરી રાત્રે 8.30થી 8.40
 - અમ્બેસ બીગ એપ્પલ - શનિવાર 2જી જાન્યુઆરી રાત્રે 8.45થી 8.50
 - ઉદયા સુપરમાર્કેટ - રવિવાર 3જી જાન્યુઆરી સાંજે 6.30થી 6.40
 - ઉદયા સુપરમાર્કેટ - સોમવાર 4થી જાન્યુઆરી, સાંજે 6.30થી 6.35
 - સ્વાગત બિરયાની હાઉસ - સોમવાર 4થી જાન્યુઆરી, સાંજે 6.40થી 6.50
 
નીચેના સ્થળોની મુલાકાત લેનારા લોકોને તાત્કાલિક ટેસ્ટ કરાવીને તેનું નેગેટિવ પરિણામ ન આવે ત્યાં સુધી આઇસોલેટ થવાની સૂચના આપવામાં આવી છે.
- વેન્ટવર્થવિલ BWS - રવિવારે 27મી ડીસેમ્બર રાત્રે 8.30થી 8.35 વાગ્યા સુધી
 - વેન્ટવર્થવિલ Domino's Pizza - રવિવારે 27મી ડીસેમ્બર રાત્રે 8.50થી 9 વાગ્યા સુધી
 

 Source: NSW Health
છેલ્લા 3 દિવસમાં પશ્ચિમ સિડનીમાં કોરોનાવાઇરસનું જોખમ વધતા 3 નવી ક્લિનીક્સ શરૂ કરવામાં આવી છે. 
વેન્ટવર્થવિલ
- વોક ઇન ક્લિનીક - ગુરુવારે સવારે 10થી રાત્રીના 8 વાગ્યા સુધી તથા ત્યાર બાદ અન્ય દિવસોમાં સવારે 8થી રાત્રીના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
 - સરનામું - 69 Veron St, Wentworthville
 
આ ઉપરાંત, સિડનીના પશ્ચિમમાં મેરીલેન્ડ્સ પાર્ક અને ઓબર્નમાં પણ ટેસ્ટીંગ સ્થળોના સમયમાં વધારો કરાયો છે.
બેરાલા
વેસ્ટર્ન સિડની લોકલ હેલ્થ ડીસ્ટ્રીક્ટ (WSLHD) એ બેરાલામાં પણ કોવિડ-19 ક્લિનીક શરૂ કર્યું છે.
- બેરાલા પબ્લિક સ્કૂલ ખાતે ગુરવારે સાંજે 5.30થી 8 વાગ્યા સુધી તથા ત્યાર બાદ દરરોજ સવારે 8થી રાત્રીના 8 વાગ્યા સુધી ક્લિનીક કાર્યરત રહેશે.
 - સરનામું - 216 Harrow Road
 - સ્કૂલના અન્ય ભાગોમાં જવાની કે તેની સુવિધાનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં, તેથી જ પીવાનું પાણી સાથે લઇ જવું જરૂરી છે.
 
લિડકમ્બ
લિડકમ્બમાં પણ સિડની યુનિવર્સિટી કમ્બરલેન્ડ કેમ્પસ, 39 Weeroona Road ખાતે ક્લિનીક શરૂ કરવામાં આવ્યું છે. 
ટેસ્ટીંગના સમગ્ર સમય દરમિયાન કારમાં બેસી રહેવું જરૂરી છે 
વેસ્ટર્ન સિડનીમાં હાલમાં 27 જેટલા ક્લિનીક કાર્યરત છે અને કોરોનાવાઇરસ માટેનો ટેસ્ટ મફતમાં થઇ રહ્યો છે. તેના માટે ડોક્ટરનો ભલામણપત્ર જરૂરી નથી.
- ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ સમૂહમાં ભેગા થવા વિશે તમારા રાજ્યોની સરકારે નક્કી કરેલા પ્રતિબંધો તપાસો.
 - જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે રહો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
 - સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.
 - તમારા રાજ્યો અથવા ટેરીટરી - ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા, ક્વિન્સલેન્ડ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા, નોર્ધન ટેરીટરી, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી અને તાસ્મેનિયા દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાંથી વધુ માહિતી મેળવો.
 
Share


