શરતી છૂટછાટ: આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પખવાડિયાના 40થી વધુ કલાક નોકરીની મંજૂરી

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કૃષિક્ષેત્રમાં કાર્ય કરતા હશે તેઓ ચાલૂ અભ્યાસ દરમિયાન પખવાડિયાના 40 કલાકથી વધુ નોકરી કરી શકે તેવી સરકારે કામચલાઉ જોગવાઇ કરી.

Workers sort and pack strawberries at the Chambers Flat Strawberry Farm.

Workers sort and pack strawberries at the Chambers Flat Strawberry Farm. Source: AAP

ઓસ્ટ્રેલિયાના કૃષિમંત્રી ડેવિડ લીટલપ્રાઉડે તાજેતરમાં જાહેરાત કરી તે પ્રમાણે, કૃષિક્ષેત્રમાં નોકરી કરતા ટેમ્પરરી વિસાધારકો તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નોકરીના કલાકોમાં વધુ છૂટછાટ આપવામાં આવશે. જેથી કોરોનાવાઇરસના કારણે સંઘર્ષ કરી રહેલા ઓસ્ટ્રેલિયાના કૃષિક્ષેત્રને તથા ખેડૂતોને સહયોગ પ્રાપ્ત થઇ શકે.

મંત્રીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે જંગી માત્રામાં પાક ઊતર્યો છે પરંતુ કોરોનાવાઇરસના કારણે મુસાફરીના પ્રતિબંધો અમલમાં આવતા દેશને વિદેશી કારીગરો ઉપલબ્ધ થઇ શકે તેમ નથી.

તેથી જ, અમે કૃષિક્ષેત્રમાં કાર્ય કરતા ટેમ્પરરી વિસાધારકો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દેશના કૃષિક્ષેત્રને મદદરૂપ થઇ શકે તે માટે તેમને નોકરીના કલાકોમાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જો કૃષિક્ષેત્રમાં નોકરી કરતા હશે તો તેઓ હવે પખવાડિયાના 40 કલાકથી વધુ કલાક નોકરી કરી શકશે.

અગાઉ વર્ષની શરૂઆતમાં સરકારે આરોગ્ય તથા એજ કેર ક્ષેત્રમાં કાર્ય કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મર્યાદા કરતા વધુ કલાકો નોકરી કરવાની છૂટ આપી હતી.

કોવિડ-19 પેન્ડેમિક ઇવેન્ટ વિસા

ઓસ્ટ્રેલિયામાં પાક લણણીમાં કાર્ય કરતા 80 ટકા કર્મચારીઓ વિદેશથી આવે છે પરંતુ કોરોનાવાઇરસના કારણે મુસાફરીના પ્રતિબંધોના લીધે આ વર્ષે વિદેશી કર્મચારીઓ ઓસ્ટ્રેલિયા આવી શક્યા નથી

નવનિયુક્ત ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હૉકે જણાવ્યું હતું કે જે ટેમ્પરરી વિસાધારકો વર્તમાન પરિસ્થિતીના કારણે ઓસ્ટ્રેલિયા છોડી શકતા નથી તેમને મફતમાં ઉપલબ્ધ કોવિડ-19 પેન્ડેમિક ઇવેન્ટ વિસા (સબક્લાસ 408) વધુ સરળતાથી પ્રાપ્ત થાય તેવી ગોઠવણ કરવામાં આવશે.

ટેમ્પરરી વિસાધારકો જો કૃષિક્ષેત્રમાં કાર્ય કરતા હશે તો તેમને કોવિડ-19 પેન્ડેમિક ઇવેન્ટ વિસા સરળતાથી ઉપલબ્ધ કરાવાશે.
Representational image of the workers seen working in a farm.
Representational image of the workers seen working in a farm. Source: Supplied
એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં કૃષિક્ષેત્રને સહાયતા પ્રાપ્ત થઇ શકે તે માટે 5600 જેટલા કોવિડ-19 પેન્ડેમિક ઇવેન્ટ વિસા આપવામાં આવ્યા છે.

લાયકાત ધરાવતા લોકો તેમના વર્તમાન વિસા પૂરા થાય તે પહેલા આ વિસા હેઠળ 90 દિવસ સુધી દેશમાં રહી શકે છે અને તેમણે દેશ છોડવા માટે કરેલા પ્રયાસો દર્શાવવાની પણ જરૂરીયાત નથી.

કૃષિક્ષેત્ર સિવાય આ ક્ષેત્રોમાં કાર્ય કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વધુ કલાક નોકરી કરી શકશે.

  • 8મી સપ્ટેમ્બર 2020 અગાઉ, એજ કેર અપ્રૂવ્ડ પ્રોવાઇડર અથવા કોમનવેલ્થનું ફંડ મેળવતા તથા RACS ID અથવા NAPS ID ધરાવતા એજ કેરમાં નોકરી કરતા વિદ્યાર્થીઓ.
  • નેશનલ ડિસેબિલીટી ઇન્સ્યોરન્સ સ્કીમની સુવિધા ઉપલબ્ધ કરાવતા રજીસ્ટર્ડ નોકરીદાતા
  • આરોગ્યલક્ષી કોર્સનો અભ્યાસ કરતા હોય તથા આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન દ્વારા કોરોનાવાઇરસ સામે રક્ષણ મેળવવાના પ્રયત્નોમાં પોતાનો ફાળો આપતા વિદ્યાર્થીઓ.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના જણાવ્યા પ્રમાણે, આ કામચલાઉ ગોઠવણ છે અને તેની સમયાંતરે સમીક્ષા થતી રહેશે. તેમાં કોઇ ફેરફાર કરવામાં આવશે તો નોકરીદાતાઓને જાણ કરાશે.



Share

Published

By Avneet Arora
Presented by Vatsal Patel

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service