વિક્ટોરીયા ચૂંટણી: લેબર પક્ષ ત્રીજી વખત સત્તા મેળવવા તરફ

શનિવારે નોંધાયેલા કુલ મતમાંથી 50 ટકા મતની ગણતરી થઇ ગઇ. 45થી વધુ બેઠક પર લેબર પક્ષ આગળ હોવાની માહિતી.

VIC ELECTION22 LABOR

Victoria Premier Daniel Andrews speaks to media during the 2022 Victorian state election campaign in Melbourne, Saturday, November 12, 2022. Victorians go to the polls on Saturday, November 26. (AAP Image/Diego Fedele) NO ARCHIVING Source: AAP / DIEGO FEDELE/AAPIMAGE

વિક્ટોરીયામાં યોજાયેલી રાજ્યની ચૂંટણીમાં લેબર પક્ષ સત્તા મેળવવા તરફ આગળ વધી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

શનિવારે નોંધાયેલા કુલ મતમાંથી 50 ટકા મતની ગણતરી થઇ ગઇ. 45થી વધુ બેઠક પર લેબર પક્ષ આગળ હોવાની માહિતી.

મેલ્બર્નના મેલગ્રેવ ખાતે લેબર પાર્ટીના સમર્થકોએ વિજયની ઉજવણી શરૂ કરી દીધી હતી.

રાજ્યના ભૂતપૂર્વ પ્રીમિયર સ્ટીવ બ્રેક્સે જણાવ્યું હતું કે રાજ્યના દક્ષિણપૂર્વ તથા પૂર્વ અને રીજનલ વિસ્તારોમાં વિજય મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

જો, લેબર પક્ષ વિજય મેળવી ડેનિયલ એન્ડ્ર્યુસ પ્રીમિયર બનશે તો તેઓ 3000 દિવસ સુધી રાજ્યના પ્રીમિયર તરીકે કાર્યભાર સંભાળનારા પાંચમાં નેતા બનશે.

પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુયસે શનિવારે ક્રોસિંગ સાઇટ્સ ખાતે હાજરી આપી હતી.
તેમણે સ્વતંત્ર તથા નાના પક્ષોના સાથ સાથે સરકાર રચવાની વાતનો રદિયો આપ્યો હતો.

ચૂંટણીમાં કુલ 4.4 મતદારો નોંધાયા હતા. જેમાંથી લગભગ અડધા વોટ પોસ્ટ અથવા અર્લી વોટિંગ દ્વારા આપવામાં આવ્યા હતા.

લિબરલ પક્ષના નેતા મેથ્યુ ગાયે તેમની પત્ની રીની તથા ત્રણ બાળતો સાથે બુલિન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું.

તેમણે ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લેબર પક્ષ હાલમાં વિક્ટોરીયાની સંસદમાં કુલ 88 સીટ્સમાંથી 55 સીટ્સ ધરાવે છે

જ્યારે લિબરલ ગઠબંધન પાસે 27 સીટ્સ છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share

Published

By Vatsal Patel
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
વિક્ટોરીયા ચૂંટણી: લેબર પક્ષ ત્રીજી વખત સત્તા મેળવવા તરફ | SBS Gujarati