કોરોનાવાઇરસ સામે લડત માટે ઓસ્ટ્રેલિયાની કેન્દ્ર અને રાજ્ય સરકારો વિવિધ પગલાં લઇ રહી છે ત્યારે જો કોઇ પણ વ્યક્તિને તાવ જેવા લક્ષણો દેખાતા હોય તેમના માટે વિવિધ રાજ્યોમાં ખાસ ક્લિનીક્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
જેમાં ડોક્ટર્સની ટીમ દ્વારા ચકાસણી અને ટેસ્ટ કરવામાં આવશે.
એક નજર કરીએ ઓસ્ટ્રેલિયાના વિવિધ સ્ક્રીનીંગ ક્લિનીક્સ અને તેના સમય પર...
เชเชกเซเชฒเซเชก
રોયલ એડિલેડ હોસ્પિટલ
ફ્લિન્ડર્સ મેડિકલ સેન્ટર
વિમેન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ
Lyell McEwin Hospital
เชกเซเชฐเชพเชเชต เชฅเซเชฐเซ เชเซเชธเซเชเซเชเช
એડિલેડમાં ડ્રાઇવ થ્રૂ કોરોનાવાઇરસ ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દર્દી કારમાં જ બેસી રહે છે અને ત્યાર બાદ સ્ટાફ દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે.
આ ઉપરાંત સાઉથ ઓસ્ટ્રેલિયા પેથોલોજી દ્વારા દર્દીના ઘરે જઇને તેનું ટેસ્ટીંગ કરવાની સુવિધા આપવામાં આવી છે.
เชฌเซเชฐเชฟเชธเชฌเซเชจ
- કાબૂલટૂર હોસ્પિટલમાં સવારે 7થી બપોરે 3.30 વાગ્યા સુધી
- રેડક્લિફ હોસ્પિટલમાં સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી
- રોયલ બ્રિસબેન એન્ડ વિમેન્સ હોસ્પિટલમાં 24 કલાક
- ધ પ્રિન્સ ચાર્લ્સ હોસ્પિટલ ઇમરજન્સી ડીપાર્ટમેન્ટ્સમાં સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધી સુવિધા આપવામાં આવે છે.
เชเซเชจเชฌเซเชฐเชพ
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી - เชเซเชจเชฌเซเชฐเชพ ખાતે પણ ખાસ ક્લિનીક્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અગાઉથી એપોઇન્ટમેન્ટની જરૂર નથી.
વેસ્ટર્ન ક્રીક વોક - ઇન સેન્ટર, ટુગેરાનોંગ વોક - ઇન સેન્ટર, બેલ્કોનેન વોક - ઇન સેન્ટર, ગુન્ગાલ્હીન વોક - ઇન સેન્ટર ખાતે કોરોનાવાઇરસનો ટેસ્ટ કરી શકાશે.
เชฎเซเชฒเซเชฌเชฐเซเชจ
เชฎเซเชฒเซเชฌเชฐเซเชจમાં ધ રોયલ મેલ્બર્ન હોસ્પિટલમાં ખાસ સ્ક્રીનિંગ ક્લિનીક શરૂ કરવામાં આવ્યા છે જેમાં તાવ આવ્યો હોય તેવા દર્દીને કોરોનાવાઇરસની ચકાસણી કરી આપવામાં આવે છે.
เชชเชฐเซเชฅ
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના เชชเชฐเซเชฅ શહેરમાં પણ સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી કોરોનાવાઇરસ માટે ટેસ્ટ કરી આપવામાં આવે છે.
- રોયલ પર્થ હોસ્પિટલ
- સર ચાર્લ્સ ગાર્ડિનર હોસ્પિટલ
- ફિયોના સ્ટેનલી હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ છે.
เชธเชฟเชกเชจเซ
- વેસ્ટમીડ હોસ્પિટલ સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી, 7 દિવસ
- ચિલ્ડ્રન હોસ્પિટલ, વેસ્ટમીડ, સાંજે 5થી રાત્રે 10.30 સુધી (સોમવારથી શુક્રવાર), બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.30 સુધી (શનિવાર – રવિવાર)
- લિવરપૂલ હોસ્પિટલ 10થી સાંજે 4 સુધી, સોમવારથી શુક્રવાર
- રોયલ નોર્થ શોર હોસ્પિટલ સવારે 8થી રાત્રે 10 સુધી, 7 દિવસ
- રાઇડ હોસ્પિટલ, ઇમરજન્સી ડીપાર્ટમેન્ટ, 24 કલાક, 7 દિવસ
- નોથર્ન બિચીસ હોસ્પિટલ, સવારે 9.30થી સાંજે 6 સુધી, 7 દિવસ