Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

જો તાવ આવે અને એકાંતવાસમાં જવું પડે તો વિવિધ બાબતોનું ધ્યાન રાખો

A worker wearing a protective suit pours disinfectant on the hands of a voter at a special voting station for people in coronavirus quarantine, in Jerusalem.

A worker wearing a protective suit pours disinfectant on the hands of a voter at a special voting station for people in coronavirus quarantine in Jerusalem. Source: AAP

કોરોનાવાઇરસથી બચવા માટે વિવિધ પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે જો પરિવારમાં કોઇ વ્યક્તિને તાવ આવે અને ઘરમાં એકાંતવાસ કરવો પડે ત્યારે કઇ બાબતોનું ધ્યાન રાખવું તેની પર એક નજર...


Published

By SBS Gujarati

Source: SBS




Share this with family and friends


કોરોનાવાઇરસથી બચવા માટે વિવિધ પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે જો પરિવારમાં કોઇ વ્યક્તિને તાવ આવે અને ઘરમાં એકાંતવાસ કરવો પડે ત્યારે કઇ બાબતોનું ધ્યાન રાખવું તેની પર એક નજર...


  • પરિવારના અન્ય સભ્યો સાથે બને એટલો ઓછો સમય પસાર કરવો.
  • જો એક જ રૂમમાં પરિવારના અન્ય સભ્યો સાથે સમય વિતાવતા હોય તો દર વખતે મોં પર માસ્ક પહેરીને જ રાખવું.
  • ઘરનો સાર્વજનિક વિસ્તાર જેમ કે, લોન્જ, ફેમિલી રૂમ્સ, ડાઇનિંગ વિસ્તારમાં પણ શક્ય હોય તો ન જવું.
  • પોતાના રૂમમાં જ ભોજન કરવું.
  • પરિવારના અન્ય સભ્યો સાથે ડીશ, ગ્લાસ, કપ, ટોવેલ્સ, પીલો કે અન્ય ચીજવસ્તુઓ શેર ન કરવી.
  • જો શક્ય હોય તો અલગ બાથરૂમનો ઉપયોગ કરવો.
  • માંદા વ્યક્તિએ બાથરૂમનો સૌથી છેલ્લે ઉપયોગ કરવો જોઇએ અને તેનો વપરાશ કર્યા બાદ બાથરૂમ યોગ્ય રીતે સાફ કરવું.
  • અલગ રૂમના અલગ બેડ પર જ સૂવું જોઇએ.
  • સાબુ અને પાણીથી લગભગ 20 સેકન્ડ્સ સુધી હાથ ધોવા જોઇએ
  • અન્ય વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવી હોય તેવી વસ્તુઓ જેમ કે ડોરનું હેન્ડ, ટેલીફોન કે ઘરની અન્ય ચીજવસ્તુઓને યોગ્ય રીતે સાફ કરવી જોઇએ.
  • બિમાર વ્યક્તિના વાસણો અને તેના કપડા અલગ રીતે ધોવા જોઇએ.

જો તમે ઘરમાં એકલા રહેતા હોય તો શું ધ્યાન રાખવું

  • ઘરમાં જ સમય પસાર કરવા અંગે વિચારવું.
  • જો તમે એક સ્વતંત્ર ઘરમાં રહેતા હોય તો શક્ય હોય તો ગાર્ડનમાં સમય પસાર કરો, અથવા તો એવા કોઇ સ્થાને રહો કે જ્યાં સીધી રીતે અન્ય કોઇ વ્યક્તિના સંપર્કમાં ન આવી શકાય.
  • સર્જીકલ માસ્ક પહેરવાનું ન ભૂલો ઘરની બહાર અન્ય નાના મોટા કાર્યો કરતી વખતે પણ માસ્ક પહેરવું હિતાવહ છે.
  • ઘરની બહાર કે સ્ટ્રીટમાં ચાલવા માટે ન નીકળો, એટલે કે ઘર બહાર દુકાન પર સામાન લેવા, પાર્કમાં ચાલવા કે સામાજીક મેળાવડામાં હાજરી ન આપો.

સામાન્ય તકેદારીની કે જે બધા જ લોકોએ અનુસરવી જોઇએ

  • ઉધરસ કે છીંક ખાતી વખતે હંમેશાં તમારું મોં ઢાંકીને રાખો.
  • ટીસ્યુનો વપરાશ કરી દીધા બાદ તેનો યોગ્ય રીતે નીકાલ કરો. ત્યાર બાદ તરત જ તમારા હાથ ધોઇને સાફ કરવા.
  • ઉધરસ કે છીંક આવે તો કોઇ વ્યક્તિના સીધા સંપર્કમાં ન આવવું જોઇએ.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now