ફેસબુકના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઇરસથી બચવા માટે વિવિધ ઉપચારો તથા માસ્ક વિશે ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર ફેસબુક પ્રતિબંધ લાદવા જઇ રહ્યું છે.
વર્ષ 2019ના અંતમાં ચીનના વુહાન શહેરમાંથી આ વાઇરસ ફેલાયો હોવાનું મનાય છે અને અત્યાર સુધીમાં 2700 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
છેલ્લા કેટલાક સમયમાં ફેસબુક પર કોરોનાવાઇરસ વિશે વિવિધ પ્રકારની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, જુદી-જુદી મેડિકલ કંપનીઓ દ્વારા માસ્ક અને વાઇરસથી બચવા માટે અલગ-અલગ પ્રકારની દવાઓ વિશે સલાહ આપવામાં આવે છે. જેથી, ફેસબુક ટીકાને પાત્ર બન્યું છે.
ધ યુએસ સેન્ટર્સ ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન પ્રમાણે, કોરોનાવાઇરસ હવે અન્ય દેશો સુધી ફેલાયો હોવાના કારણે અમેરિકાએ પણ તેનાથી બચવા માટે સત્વરે પગલાં લેવા જરૂરી બન્યા છે.
ગયા મહિને ફેસબુકે જણાવ્યું હતું કે તે પોતાના માધ્યમ પરથી કોરોનાવાઇરસ વિશે વિવિધ સંસ્થાઓ દ્વારા ફેલાવવામાં આવતી સામગ્રીને હટાવી દેશે.