દર વર્ષે લુનાર (ચંદ્રના) નવા વર્ષની ઉજવણી વિશ્વભરમાં ધામધૂમ થી કરવામાં આવે છે. ચીન, વિયેતનામ, કોરિયા જેવા દેશોમાં નવા વર્ષની શરૂઆત ચંદ્ર આધારિત લુનાર કેલેન્ડર થી થાય છે.
ચાઈનીઝ રાશિ પ્રમાણે દર વર્ષ એક પ્રાણીનું વર્ષ હોય છે. ચાઈનીઝ રાશિઓ 12 પ્રાણીઓમાં વહેંચાયેલ છે. આ વર્ષ એટલેકે વર્ષ 2017 એ ફાયર રુસ્ટર (કુકડા)નું વર્ષ છે. રુસ્ટર (કૂકડો) એ પ્રતીક છે મહેનતનું, સંપત્તિનું, સાહસનું અને પ્રતિભાનું.
આ પ્રસંગે આખો પરિવાર સાથે મળીને મંગળ વર્ષની કામના કરે છે. ઘરના બારી બારણાં લાલ રંગથી શણગારવામાં આવે છે. આ ઉપરાંત ફટાકડા ફોડવાનો રિવાજ છે. વડીલો લાલ કવરમાં બાળકોને પૈસા આપે છે.
આ લુનાર નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે SBS Radio આપે છે આપને તક $500 ની કિંમતના ફ્લાઇટ સેન્ટરના ગિફ્ટ વાઉચર જીતવાની.
આ માટે આપે SBS Radio ના મુખ્ય પેજ પર જઈને રુસ્ટર (કૂકડો) શોધવાનો રહેશે .
SBS Radio ની રુસ્ટર (કૂકડો) શોધવાની સ્પર્ધા તા. 28 જાન્યુઆરી થી લઈને તા. 15મી ફેબ્રુઆરી સુધી ખુલ્લી રહેશે.
રુસ્ટર (કુકડા)ની શોધ કેવી રીતે કરવી ?
નીચેના ઉદાહરણ મુજબ જયારે આપને રુસ્ટર દેખાય ત્યારે તેના પર ક્લિક કરવું
રુસ્ટર પર ક્લિક કરવાથી આપ સ્પર્ધાના મુખ્ય પેજ પર પહોંચશો જ્યાં આપે આપણી વિગતો ભરવાની રહેશે.
વિજેતાઓને તા. 22મી ફેબ્રુઆરી 2017 ના ઇમેઇલ અથવા ફોન વડે જાણ કરવામાં આવશે.
રુસ્ટરના પગલાંનો શું અર્થ છે?
આનો અર્થ છે કે રુસ્ટર નજીકમાંજ છે. આપ આપના પ્રયત્નો ચાલુ રાખશો.

Fire Rooster footprints as they will appear across the sites Source: SBS
Fire Rooster footprints as they will appear across the site
Share

