કોવિડ-19ના નિયંત્રણો નિર્ધારીત સમય કરતા વહેલા હળવા કરવાનો નિર્ણય

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યએ કોવિડ-19 રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો માટે 1લી ડિસેમ્બરના બદલે સોમવાર 8મી નવેમ્બરથી નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો. રસી નહીં મેળવનારા લોકોએ 15મી ડીસેમ્બર કે રસીના 95 ટકા લક્ષ્યાંક સુધી રાહ જોવી પડશે.

Freedoms fast-tracked for fully vaccinated in NSW, but unvaccinated people will have to wait

Restrictions are lifted for unvaccinated people in NSW. Source: AAP

કોવિડ-19 પ્રતિરોધક રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો માટે ન્યૂ સાઉથ વેલ્સમાં નિયંત્રણો નિર્ધારીત સમય કરતા વહેલા ઉઠાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ નિયંત્રણો 1લી ડીસેમ્બરથી હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ હવે તે નિયંત્રણો આગામી સોમવાર 8મી નવેમ્બરથી હળવા થશે.

રાજ્ય સરકારે રસી નહીં મેળવનારા લોકો માટે અગાઉ 1લી ડીસેમ્બરથી નિયમો હળવા કરવાની જાહેરાત કરી હતી પરંતુ હવે તેમણે 15મી ડિસેમ્બર અથવા રાજ્યમાં રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોની સંખ્યા 95 ટકા ન થાય ત્યાં સુધી રાહ જોવી પડશે, તેમ ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ડોમિનીક પેરોટેયે જણાવ્યું હતું.

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં હાલમાં 16 કે તેથી મોટી ઉંમરના 93.6 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ તથા 87.8 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવી લીધા છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં હળવા થનારા નિયંત્રણો પર નજર...

  • ઘરે મુલાકાતીઓની સંખ્યા પર કોઇ મર્યાદા રહેશે નહીં.
  • આઉટડોર સ્થળે 50 લોકોની મર્યાદાને હટાવીને 1000 લોકો સુધી કરવામાં આવી છે.
  • એજ કેર સુવિધા તથા ડિસેબિલીટી હોમ્સની મુલાકાત માટે જે-તે સંસ્થાના નિયમો લાગૂ પડશે.
  • લગ્ન સમારંભમાં મહેમાનોની સંખ્યા પરના તમામ નિયંત્રણો ઉઠાવી લેવામાં આવશે, ઉભા રહીને ભોજન તથા ડ્રીન્ક કરી શકાશે. ડાન્સિંગને પરવાનગી, ક્ષેત્રફળની મર્યાદા લાગૂ પડશે.
  • અંતિમ સંસ્કારમાં લોકોના ભેગા થવાની મર્યાદાનો નિયમ લાગૂ પડશે નહીં, ઉભા રહીને ભોજન તથા ડ્રીન્ક કરી શકાશે. ક્ષેત્રફળની મર્યાદાનો નિયમ લાગૂ પડશે.
  • ધાર્મિક સ્થળો ખુલશે તથા ગાયનની પરવાનગી, ક્ષેત્રફળની મર્યાદાનો નિયમ લાગૂ પડશે.
  • કારપૂલિંગને પરવાનગી
  • હોસ્પિટાલીટી તથા હેરડ્રેસિંગ સર્વિસમાં ગ્રાહકોની ક્ષમતા તથા 2 સ્ક્વેયર મીટરનો નિયમ અમલમાં આવશે.
  • નાઇટક્લબ્સમાં ડાન્સિંગને મંજૂરી
  • ઇન્ડોર તથા આઉટડોરમાં ગાયન તથા ડાન્સને મંજૂરી
  • ઇન્ડોર તથા આઉટડોરમાં બેસવાની સુવિધા તથા ઉભા રહીને ડ્રીન્ક કરી શકાશે.
  • જીમ તથા ડાન્સ ક્લાસમાં 20 લોકોને ભેગા થવાની પરવાનગી
  • બેસવાની સુવિધા ધરાવતા મનોરંજનના સ્થળો 100 ટકા ક્ષમતા સાથે શરૂ થઇ શકશે.
  • અમ્યુઝમેન્ટ પાર્ક તથા પ્રાણીસંગ્રહાલયમાં ક્ષેત્રફળનો નિયમ લાગૂ પડશે.
રાજ્યમાં રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોની સંખ્યા 95 ટકા થાય અથવા 15 ડીસેમ્બરની સમય અવધિ સુધી જાહેર વાહન વ્યવહારમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

આ ઉપરાંત, એરપોર્ટ, ફ્લાઇટ તથા ઇન્ડોર હોસ્પિટાલીટી સ્ટાફે માસ્ક પહેરવું પડશે.

આઉટડોર સ્થળો તથા આઉટડોર હોસ્પિટાલીટી કર્મચારીઓએ માસ્ક પહેરવું જરૂરી રહેશે નહીં.

છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી

  • વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 989 કેસ તથા 9 મૃત્યુ નોંધાયા છે.
  • ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 8 કેસ નોંધાયા છે.
  • ફાઇઝર રસીના ઓછી તીવ્રતા ધરાવતા ડોઝ મેળવનારા લોકોની ક્વિન્સલેન્ડ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે અહીં ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા Smart Traveller દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 
ACT 

દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

NSW 
ACT 

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Published

By SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service