સમગ્ર ઓસ્ટ્રેલિયામાં તાપમાન વધી રહ્યું છે અને આ અઠવાડિયામાં દેશના વિવિધ રાજ્યોમાં ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.
સાઉથ ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં મંગળવારે 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે શુક્રવારે 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય તેવું અનુમાન છે.
મેલ્બર્નમાં પણ શુક્રવારે તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી તેમ લાગી રહ્યું છે. દેશની રાજધાની કેનબેરામાં શનિવારે તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા છે.
ઓસ્ટ્રેલિયામાં વધી રહેલા તાપમાન અંગે ક્લાઇમેટોલોજીસ્ટ ડો. બ્લેર ટ્રેવિને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાનો સૌથી ગરમ દિવસ જાન્યુઆરી 2013માં નોંધાયો હતો. જ્યાં લગભગ તમામ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો.
વર્તમાન પરિસ્થિતી જોતા લાગી રહ્યું છે કે ગરમીનો પારો વિવિધ રેકોર્ડ્સ તોડશે. પરંતુ, ગરમી અંગેની તમામ ગતિવિધીઓ પર નજર રાખવામાં આવી રહી છે.
ગરમી અંગેની તમામ સૂચનાઓ પર ધ્યાન આપો...
મેટોરોલોજીસ્ટ સારાહ સ્કૂલીએ જણાવ્યું હતું કે ગરમીનો પારો વધવાથી શારીરિક તકલીફ કે નાની - મોટી બિમારીઓ થઇ શકે છે.
તેથી જ, આરોગ્ય તથા તાપમાન અંગે આપવામાં આવતી તમામ માહિતીઓ વિશે ધ્યાન રાખવું આવશ્યક છે અને તાપમાન પર સતત નજર રાખવી જરૂરી છે, તેમ સારાહે જણાવ્યું હતું.
સાઉથ ઓસ્ટ્રેલિયાના રીજનલ વિસ્તારોમાં ગરમી વધશે

Bushfires continue to rage across Australia. Source: AAP
ઉલ્લેખનીય છે કે વર્ષ 1972માં સાઉથ ઓસ્ટ્રેલિયાના મુમ્બા વિસ્તારમાં 49.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું હતું. આ વર્ષે પણ ભીષણ ગરમી પડે તેવી શક્યતા છે.
READ MORE

આ ઉનાળે સ્કિન કૅન્સરનું જોખમ ઘટાડો
Share

