વર્ષ 2019 પૂરું થવામાં છે અને આ વર્ષ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં કેટલાક બિઝનેસ પર પોતાના કર્મચારીઓને ઓછું ઓવરટાઇમ, સુપરએન્યુએશન તથા વેતન આપવાનો આરોપ લાગ્યો છે.
અપડેટ 9/12/19
ફાસ્ટ ફૂડ ચેન ગ્રીલ્ડ પર પોતાના કર્મચારીઓને કલાકના 4.23 ડોલર ઓછા ચૂકવ્યાનો આરોપ લાગ્યો છે. કંપનીના કર્મચારીઓએ તેમને ટ્રેઇનીશીપના નામે ઓછી ચૂકવણી કરી હોવાનું જણાવ્યું હતું.
750થી પણ વધારે કર્મચારીઓએ ગયા વર્ષે ટ્રેઇનીશીપનું ક્વોલિફીકેશન પૂર્ણ કર્યું હતું તેમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.
કંપની કર્મચારીઓ સાથે છેતરપીંડી નહીં પરંતુ તેમની સ્કીલ વધારવામાં પોતાનો સ્ત્રોત રોકતી હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
ABC:
કંપનીએ જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી તેમની કંપનીમાં કામ કરતા 2500 જેટલા કર્મચારીઓને ઓછું વેતન મળી રહ્યું છે.
કંપનીના ચીફ પીપલ ઓફિસર રેબેક્કા ડોનાલ્ડસને જણાવ્યું હતું કે કેઝ્યુઅલ કર્મચારીઓને પેનલ્ટી, એલાઉન્સ, લોડીન્ગ્સ સહિતના લાભ મળવા જોઇએ તે મળ્યા નહોતા.
બ્રિસબેનમાં એક કર્મચારીને 19,000 ડોલર ઓછા મળ્યા બાદ કંપનીના ઓછા વેતન ચૂકવવા અંગે પર્દાફાશ થયો હતો.
Qantas:
ફેબ્રુઆરી મહિનામાં ક્વોન્ટાસે ભૂલથી પોતાના 55 કર્મચારીઓને ઓછું વેતન આપ્યાનું સ્વીકાર્યું હતું.
ત્યાર બાદ કંપનીએ તેમને વ્યાજ સહિત અને 1000 ડોલરની વધારાની ચૂકવણી કરી હતી. આ ઉપરાંત કંપનીએ જણાવ્યું હતું કે તેમણે પોતાના 165 કર્મચારીઓને 12000 ડોલર પ્રતિ વર્ષ વધુ પગાર ચૂકવ્યો હતો.
Super Retail Group:
અમ્બ્રેલા ગ્રૂપ જેમાં રીબેલ સ્પોર્ટ્સ, સુપરચીફ ઓટો, બીસીએફ તથા અન્ય નાના વેપારનો સમાવેશ થાય છે તેમણે તેમના મેનેજર્સને 32 મિલિયન ડોલરની ચૂકવણી નહોતી કરી હોવાનું સ્વીકાર્યું હતું.
કંપનીમાં વર્તમાન અને ભૂતપૂર્વ મળીને કુલ 3000 જેટલા કર્મચારીઓને ઓછી ચૂકવણી થઇ હતી.
Commonwealth Bank:
કોમનવેલ્થ બેન્કે તેમના 8000 કર્મચારીઓને એપ્રિલ મહિનામાં કરેલા ઓછા પગારની ચૂકવણીને સિસ્ટમમાં ભૂલ હોવાને ગણાવ્યું હતું.
જેમાં લગભગ 15 મિલિયન ડોલરની ઓછી ચૂકવણી થઇ હતી.
Michael Hill:
જ્વેલરી ચેન માઇકલ હિલે જણાવ્યું હતું કે તેઓ વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓને મળીને કુલ 25 મિલિયન ડોલરની વધારાની ચૂકવણી કરશે.
તેમની સિસ્ટમમાં ભૂલ હોવાનું બહાર આવ્યું હતું.
Bunnings:
હોમવેર કંપની બનીંગ્સે સપ્ટેમ્બર મહિનામાં જણાવ્યું હતું કે તેમણે પાર્ટ – ટાઇમ વર્કર્સને ઓછું સુપરએન્યુએશન આપ્યું હતું. બનીંગ્સે જોકે, કેટલી રકમની ઓછી ચૂકવણી થઇ તે જણાવ્યું નહોતું પરંતુ લગભગ 200 ડોલર ઓછા ચૂકવાયા હતા.
Woolworths:
હાલમાં જ જો કોઇ કંપનીએ પોતાના કર્મચારીઓને ઓછું વેતન ચૂકવ્યાનું સ્વીકાર્યું હોય તો એ વૂલવર્થ્સ કંપની છે. જેમાં કર્મચારીઓને લગભગ 300 મિલિયન ડોલરની ઓછી ચૂકવણી થઇ હોવાનું અનુમાન છે.
ફેર વર્ક ઓમ્બુડ્સમેન હાલમાં આ અંગે તપાસ કરી રહી છે. જેમાં તેમાં લગભગ નવ વર્ષ સુધી 5700 જેટલા કર્મચારીઓને ઓછી ચૂકવણી કરાઇ છે.
Subway:
સબ-વે આઉટલેટ્સ પર વર્ષ 2019માં ન્યૂ સાઉથ વેલ્સ તથા ક્વિન્સલેન્ડની 22 ફ્રેન્ચાઇઝીના કર્મચારીઓને ઓછી ચૂકવણીનો આરોપ લાગ્યો છે. જેમાં 167 કર્મચારીઓને 81638 ડોલર ઓછા ચૂકવાયા હતા.
ઉપર આપવામાં આવેલું લિસ્ટ વિસ્તૃત નથી. જો તમારે વિષય અંગે વાત કરવી હોય તો Fair Work Ombudsman નો સંપર્ક કરી શકાય છે.
જો તમને લાગી રહ્યું હોય કે તમારા માલિકે તમને ઓછું વેતન ચૂકવ્યું છે અને તમે તમારી સ્ટોરી અન્ય સાથે વહેંચવા માંગતા હોય તો thefeed@sbs.com.au. નો સંપર્ક કરી શકાય છે.
Share



