ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના કારણે વેપાર – ઉદ્યોગોને સૌથી વધુ અસર પહોંચી છે અને તેમાં પણ બુધવારે ઓસ્ટ્રેલિયા છેલ્લા 30 વર્ષમાં પ્રથમ વખત મંદીમાં સપડાયું હોવાનું જાહેર થયું છે. જે વેપાર સાહસિકો માટે રાહતના સમાચાર નથી.
અંજુ ગોયલ અને તેમના પતિ સિડનીમાં સિલ્ક એન્ડ સ્પાર્કલ નામથી ફેશન બુટિક ચલાવે છે. જે ભારતીય લગ્નોમાં પહેરવામાં આવતા કપડાની ડિઝાઇન અને ઉત્પાદન કરે છે.
કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ તે અગાઉ તેઓ એક જ સમયે લગભગ 15 જેટલા ડ્રેસ ઉત્પાદિત કરતા હતા અને હાલમાં મહિનામાં એક કે બે સુધી સિમીત રહી ગઇ છે.
SBS News સાથેની વાતચીતમાં અંજુએ જણાવ્યું હતું કે, તેઓ દરરોજ બુટિકમાં આવવા માટે ઉત્સાહિત રહેતા હતા. જોકે, વર્તમાનમાં તેમને બુટિકમાં આવવું નિરાશાજનક લાગે છે. કપડાની ડિઝાઇન ખર્ચાળ હોવાથી તેઓ તેને બંધ કરવા માંગે છે.
ફક્ત તેમના વેપાર – ઉદ્યોગને નહીં પરંતુ તમામ લોકોને કોરોનાવાઇરસથી અસર પહોંચી હોવાનું અંજુએ ઉમેર્યું હતું.
બુધવારે ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના આંકડા પ્રમાણે, ઓસ્ટ્રેલિયા છેલ્લા 30 વર્ષમાં પ્રથમ વખત મંદીમાં સપડાયું હોવાનું જાહેર થયું હતું. કોરોનાવાઇરસનો ફેલાવો ન થાય તે માટે દેશમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉન અને પ્રતિબંધોના કારણે ઓસ્ટ્રેલિયામાં મંદી આવી છે.

خانم گویال بیش از ۱٥ سال در این صنعت تجربه دارد. اکنون او میگوید رفتن بر سر کار «خیلی افسرده کننده» است. Source: Supplied
આંકડા મુજબ, જૂનના ત્રિમાસિક ગાળામાં ઓસ્ટ્રેલિયન ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (GDP) માં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે ત્રિમાસિક ગાળાનો સૌથી મોટો ઘટાડો છે.
માર્ચ સુધીના ત્રણ મહિનામાં પણ GDP 0.3 ટકા સુધી ઘટ્યો હતો. એટલે કે, ઓસ્ટ્રેલિયાએ સતત બે ત્રિમાસિક ગાળામાં નકારાત્મક વૃદ્ધિનો સામનો કર્યો છે. જે મંદી માટેનો સામાન્ય માપદંડ છે.
કેનબેરા ખાતે પોતાના નિવેદનમાં ટ્રેઝરર જોશ ફ્રેડનબર્ગે જણાવ્યું હતું કે, પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડા ચિંતાજનક છે જોકે, કોરોનાવાઇરસની મહામારીના કારણે દેશના અને વિશ્વના અર્થતંત્ર પર મોટી અસર પહોંચી છે.
ખાનગી ક્ષેત્રમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ત્રિમાસિક ગાળામાં ખાનગી માંગમાં 7.9 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
ઘરેલું વપરાશમાં 12.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે, કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે વિવિધ સર્વિસને તેમનો વેપાર બંધ કરવા અથવા કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવાની ફરજ પડતા તેમાં ખર્ચ થતી રકમમાં 17.6 ટકાનો ઘટાડો નોંધાયો છે.
અંજુ ગોયલે જણાવ્યું હતું કે, મે મહિનામાં જે લગ્નો યોજાવાના હતા તે સપ્ટેમ્બર અને ડિસેમ્બર સુધી સ્થગિત થઇ જતા તેમની મુશ્કેલીની શરૂઆત થઇ હતી.
અમે લગ્નો માટે ડ્રેસ તૈયાર કર્યા હતા. પરંતુ, ગ્રાહકોએ અમને જણાવ્યું કે તેમને લગ્નનો ઉત્સાહ નથી અને તેઓ કેવી રીતે લગ્ન કરી શકશે તે પણ ખબર નથી, તેમ અંજુએ ઉમેર્યું હતું.
અન્ય નાના વેપાર ઉદ્યોગોની જેમ અંજુએ જણાવ્યું હતું કે, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના બીજા તબક્કાની શરૂઆત થતા તેમની ચિંતામાં વધારો થયો છે.
જે ગ્રાહકો એપ્રિલ મહિનામાં લગ્ન કરવાના હતા તેઓ કોઇ પ્રકારનું બુકિંગ કરવામાં એક ભય અનુભવે છે.
આ તમામ સમયગાળા દરમિયાન અંજુના વેપારના ખર્ચમાં થોડો પણ કાંપ જોવા મળ્યો નથી.
કોરોનાવાઇરસના પ્રથમ તબક્કા બાદ પરિસ્થિતી નિયંત્રણમાં હતી. જોકે, બીજા તબક્કાએ તમામને નિરાશામાં ધકેલી દીધા છે.
વેપાર માટે વિજળી બિલ, સિક્યોરિટી બિલ જેવા તમામ બિલ ભરવા પડે છે, તેમાં કોઇ પણ પ્રકારની રાહત મળતી નથી. બેન્કે તેમની ચૂકવણી સ્થગિત કરી છે પરંતુ, તે ક્યારેક તો ચૂકવવી જ પડશે.
બુધવારે પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આ સમયગાળા દરમિયાન વેતનમાં 2.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સે જણાવ્યું હતું કે, જો જોબકિપરની સહાયતા ન મળી હોત તો તે આંકડો હજી વધારે ઉંચો થવાની શક્યતા હતી.

Australian Treasurer Josh Frydenberg speaks to the media during a press conference at Parliament House. Source: SBS News
અર્થતંત્ર પર પડેલી અસરના કારણે પ્રથમ વખત દેશમાં એક મિલિયનથી વધારે લોકો બેરોજગાર થયા છે.
જો સરકારે આર્થિક સહાય પેકેજની જાહેરાત ન કરી હોત તો હજી પણ 70,000 જેટલી નોકરીઓ ગુમાવવી પડી હોત અને બેરોજગારી દરમાં 5 ટકાનો વધારો થયો હોત, તેમ ટ્રેઝરર ફ્રેડનબર્ગે જણાવ્યું હતું.
કેન્દ્રીય સરકારે કોરોનાવાઇરસની મહામારી દરમિયાન દેશના રહેવાસીઓને સહયોગ આપવા માટે શક્ય તમામ પગલાં લીધા હતા અને વિશ્વના અન્ય વિકસીત દેશોની તુલનામાં ઓસ્ટ્રેલિયાએ આર્થિક સંકટનો સારી રીતે સામનો કર્યો હોવાનું ફ્રેડનબર્ગે ઉમેર્યું હતું.
ટ્રેઝરરના જણાવ્યા પ્રમાણે, અર્થતંત્રને ફરીથી બેઠું કરવાનો રસ્તો ઘણો લાંબો રહેશે, ઘણો મુશ્કેલ અને પડકારોથી ભરેલો હશે.
આગામી ઉનાળામાં લગ્નનો સમયગાળો આવશે. અંજુ ગોયલે જણાવ્યું હતું કે, તેઓ તેમનો વેપાર કાર્યરત જ રાખશે.
અને, આશા છોડશે નહીં.
અમે ફરીથી મજબૂત રીતે પુનરાગમન કરીશું કારણ કે તમામ ખરાબ બાબતોનો એક સુખદ અંત હોય છે. તેમ અંજુ ગોયલે ઉમેર્યું હતું.
Share


