SKIP TO MAIN CONTENT

OCI તથા PIO કાર્ડધારકો માટે ભારત સરકારની નવી માર્ગદર્શિકા

ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઇ કમિશને ભારતીય સમુદાયને ઓવરસીસ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ મેળવી લેવા સલાહ આપી.

Overseas Citizen of India, or OCI card
Overseas Citizen of India, or OCI card Source: Government of India

3 min read

Published

By Sahil Makkar

Presented by SBS Gujarati

Source: SBS


Skip to article content

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો લખવામાં આવેલું પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજીન (PIO) કાર્ડ દ્વારા 31મી ડિસેમ્બર 2022 સુધી ભારત પ્રવાસ કરી શકે છે. અગાઉ આ છૂટ 31મી ડિસેમ્બર 2021 સુધી આપવામાં આવી હતી.

ભારત સરકારે ઓવરસિસ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ ફરીથી મેળવવાની અવધિને પણ 31મી ડિસેમ્બર 2022 સુધી લંબાવી છે.

ઓસ્ટ્રેલિયા સ્થિત ઇન્ડિયન હાઇ કમિશનના અધિકારીઓએ ભારતીય સમુદાયના લોકોને શક્ય હોય તેટલું વહેલું તેમના PIO કાર્ડ્સને OCI કાર્ડ્સમાં બદલવાની સલાહ આપી હતી.

કન્સ્યુલર વરુણ ચિક્કારાએ PIO કાર્ડ ધારકો માટે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં તેઓ PIO કાર્ડ હેઠળ ભારત પ્રવાસ કરવામાં મુશ્કેલી અનુભવી શકે છે.

ઇન્ટરનેશનલ સિવીલ એવિયેશન ઓર્ગેનાઇઝેશન (ICAO) દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે માર્ગદર્શિકા તથા દસ્તાવેજોની માહિતી પ્રસિદ્ધ કરી છે. તેથી જ જો ICAO દ્વારા PIO કાર્ડ અંતર્ગત મુસાફરીને મંજૂરી ન મળે તો ભારતીય સમુદાયના લોકો PIO કાર્ડ સાથે ભારત પ્રવાસ કરી શકશે નહીં, તેમ ચિક્કારાએ SBS Hindi ને જણાવ્યું હતું.

આ સંજોગોમાં PIO કાર્ડધારકોએ ભારતના વિસા મેળવવા પડશે. તેમણે PIO કાર્ડધારકોને OCI કાર્ડ મેળવવા માટે જણાવ્યું હતું.

ચિક્કારાએ જણાવ્યું હતું કે, PIO કાર્ડ્સ 15 વર્ષ માટે માન્યતાપ્રાપ્ત હોય છે જ્યારે OCI કાર્ડ આજીવન માન્યતાપ્રાપ્ત છે.

PIO કાર્ડધારકો જો ભારતમાં 180થી વધુ દિવસ સુધી રહે તો તેમણે ભારત સ્થિત ફોરેઇનર રીજનલ રજીસ્ટ્રેશન ઓફિસને આ અંગે જાણ કરવી જરૂરી છે. જ્યારે, OCI કાર્ડધારકોએ જાણ કરવી જરૂરી નથી. તેમ, ચિક્કારાએ ઉમેર્યું હતું.

Indian High Commission has issued a press statement ib 10 January 2022.
Indian High Commission has issued a press statement on 10 January 2022. Source: Indian High Commission

ગયા વર્ષે ભારત સરકારે 20 વર્ષ સુધી નવો પાસપોર્ટ મેળવનારા લોકો માટે નવું OCI કાર્ડ મેળવવાની જરૂરીયાત હટાવી હતી. આ નિયમ 50 કે તેથી વધુ ઉંમરના લોકોને પણ લાગૂ પડશે.

તેમણે ફક્ત તેમના નવા પાસપોર્ટની વિગતો OCI portal પર ભરવાની રહેશે. અને, તેમને ત્યાર બાદ નવી વિગતો સાથે એક ઇમેલ મોકલવામાં આવશે.

ચિક્કારાએ જણાવ્યું હતું કે, OCI કાર્ડ ખોવાઇ જાય કે તેને નુકસાન થાય તો નવું કાર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત, નામ કે નાગરિકતામાં ફેરફાર થાય તો નવું કાર્ડ મેળવી શકાય છે.

10મી જાન્યુઆરીએ ભારતીય હાઇ કમિશને જણાવ્યું હતું કે, ભારત સરકારે નવું OCI કાર્ડ મેળવવાની અવધિ વર્ષના અંત સુધી લંબાવી દીધી છે.

20 વર્ષની ઉંમર બાદ નવો પાસપોર્ટ મળે તો નવું OCI કાર્ડ મેળવવું જરૂરી છે પરંતુ, કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને તે મેળવવાની અવધિ 31 ડિસેમ્બર 2022 સુધી લંબવાવવામાં આવી છે, તેમ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

વરુણ ચિક્કારાએ ભારત પ્રવાસ કરનારા લોકોને મુસાફરી અંગેની તાજી માહિતી તથા શરતો અંગે Ministry of Health & Family Welfare ની વેબસાઇટની મુલાકાત લેવા માટે સલાહ આપી હતી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now