ન્યુ સાઉથ વેલ્સ પછી ક્વીન્સલેન્ડમાં ઘાતક બુશ ફાયરની ચેતવણી આપવામાં આવી છે.
દક્ષિણ ક્વીન્સલેન્ડમાં બુધવારે અતિશય ગરમી અને અનિયમિત હવામાનને પગલે ભયંકર આગની આગાહી છે.
ક્વીન્સલેન્ડ
- ગયા અઠવાડિયાના અંત સુધીમાં 14 ઘરો આગમાં નાશ પામ્યા છે. જેમાંથી 13 મધ્ય ક્વીન્સલેન્ડમાં યેપ્પૂન નજીક કોબ્રાબાલમાં હતા અને એક નૂસા નજીક કુરોઇબાહ ખાતે બળી ગયું.
- બુધવારે તોફાની પવનની આગાહી છે ત્યારે રાજ્યમાં હાલ 61 અલગ અલગ સ્થાને આગ લાગેલી છે.
- બ્રિસ્બેન અને ગોલ્ડ કોસ્ટ, સનશાઇન કોસ્ટ, દુષ્કાળગ્રસ્ત ડાર્લિંગ ડાઉન્સ અને ગ્રેનાઈટ બેલ્ટ અને વાઇડ બે અને બર્નેટ ક્ષેત્ર સહિતના દક્ષિણપૂર્વ દરિયાકાંઠે આગ ભયંકર સ્વરૂપ લે તેવું જોખમ છે.
- બ્રિસ્બેનના પશ્ચિમે સ્પાઇર્સસ પીક લોજ ખાલી કરાવવામાં આવી છે
- 42 સ્થાનિક સરકારી ક્ષેત્રમાં આગની કટોકટીની સ્થિતિ છે તેથી ખુલ્લી જગ્યાઓમાં કોઈ પણ પ્રકારની આગ પેટાવવા પર પ્રતિબંધ છે.
ન્યુ સાઉથ વેલ્સમાં ૧.૧ મિલિયન હેકટર જમીન બળી ગઈ છે અથવા બળી રહી છે – જે છેલ્લા ત્રણ બુશફાયર સીઝનમાં સંયુક્ત પણે આગમાં નાશ પામેલા વિસ્તાર કરતા વધુ છે
Image
ન્યુ સાઉથ વેલ્સ
ન્યુ સાઉથ વેલ્સમાં વિનાશક આગમાંથી મોટે ભાગે રાજ્ય ઉગરી ગયું છે પરંતુ સંકટ હજી પુરેપુરૂ ટળ્યું નથી.
- રાજ્યભરમાં 83 આગ સળગી રહી છે જેમાંથી 50 સ્થાનો પર આગ નિયંત્રણ બહાર છે.
- 200 થી વધુ ઘરોને ભારે નુકસાન પહોંચ્યું, તેમાંના 160 નાશ પામ્યા
- 1.1 મિલિયન હેકટરથી વધુ જમીન બળી ગઈ છે અથવા બળી રહી છે – જે છેલ્લા ત્રણ બુશફાયર સીઝનમાં સંયુક્ત પણે આગમાં નાશ પામેલા વિસ્તાર કરતા વધુ છે.
- રાજ્યવ્યાપી ટોટલ ફાયર બેન- આગ પર પ્રતિબંધ આજે પણ અમલમાં છે.
- ગ્રેટર સિડની, હન્ટર અને ઇલાવારા, શોલ હેવન પ્રદેશો માટે અગ્નિ જોખમનું રેટિંગ નીચે ઉતારવામાં આવ્યું છે.
- દક્ષિણ અને મધ્ય અને ઉત્તરપશ્ચિમ NSWના પ્રદેશો માટે આગનું અતિશય જોખમ યથાવત છે.
- 3000 અગ્નિશામકો આજે કાર્યરત છે અથવા જરૂર પડે તો પહોંચી શકે તેમ છે, 80 વિમાન તૈયાર રાખવામાં આવ્યા છે અને 400 બંબા આગની આસપાસના ક્ષેત્રમાં તૈયાર રાખવામાં આવ્યા છે.
- 13 અગ્નિશામકો મંગળવારની આપત્તિજનક પરિસ્થિતિ દરમિયાન ઘાયલ થયા હતા, કોઈની ઇજાઓ જીવલેણ નથી
- જાહેર જનતાના આઠ સભ્યોની પણ મંગળવારે સારવાર કરવામાં આવી હતી
- શુક્રવારથી ત્રણ લોકોના મોત નોંધાયા છે.
અધિકારીઓ ચેતવણી આપે છે કે તમામ આગને કાબૂમાં લાવવામાં કે એ વિસ્તારોને સલામત જાહેર કરવામાં "ઘણા મહિનાઓ" લાગી શકે છે. જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાર સુધી જોખમ ટાળ્યું કહેવાય નહિ.