તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના મરે ડાર્લિંગ બેસિનમાં માં લાખો માછલીઓ પાણીમાં જ ગૂંગળાઈને મરી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અને, વિશેષજ્ઞોએ હજી પણ આ પ્રકારની ઘટના બને તેવી શક્યતા વ્યક્ત કરી છે.
માછલીઓના મૃત્યુ પાછળ દુકાળના સમયમાં યોગ્ય પગલાં ન લેવાને જવાબદારી ગણાવાઇ રહ્યું છે.
આ ઘટના પાણીની ગુણવત્તાના ઇજનેરો માટે નવી નથી. તેને "બાયોકેમિકલ ઓક્સિજન માંગ" કહેવાય છે. અને તેના નિયમો જીવવિજ્ઞાન એટલે biology અને રસાયણશાસ્ત્ર chemistry માં જોવા મળે છે.
જ્યારે ઓક્સિજન પાણીમાં ભળે છે...
ઓક્સિજનના પરમાણુઓ પાણીમાં દ્રાવ્ય હોય છે, એટલે કે ઓગળી ગયેલા હોય છે. જેમ ખાંડ પાણીમાં દ્રાવ્ય હોય છે. અને એકવાર તે ઓગળી જાય, પછી તમે તેને જોઈ શકતા નથી
પાણીમાં કેટલું ઓક્સિજન છે તેનો આધાર છે પાણીના તાપમાન પર, આસપાસના હવાના દબાણ પર અને પાણીની ખારાશ સહિત ઘણાં પરિબળો પર આધારિત છે.
સામાન્ય રીતે એક લીટર પાણીમાં 7-10 મિલિગ્રામ ઓક્સિજન હોય છે.

The NSW government has warned there will likely be more fish kills due to "high temperatures". (AAP) Source: AAP
આ ઓગળેલુ ઑક્સિજન માછલી શ્વાસ લેવા માટે ઉપયોગ કરે છે.
માછલી તેના મોં દ્વારા પાણી અંદર લે છે જે તેના શ્વસેન્દ્રીય - ગિલ જેનાથી માછલી શ્વાસ લે છે તેમાંથી પસાર થઇ લોહીમાં ભળી જાય છે.
આપણા ફેફસાંની જેમ ગિલ્સ રક્તવાહિનીઓથી ભરપૂર છે. જેમ જેમ પાણી ગિલ્સની પાતળી દિવાલો પર પસાર થાય છે તેમ ઓગળેલા ઓક્સિજનને લોહીમાં બદલવામાં આવે છે અને ત્યારબાદ માછલીના કોશિકાઓમાં પરિવહન થાય છે.
પાણીમાં જેટલું ઓક્સિજન વધારે તેટલું માછલી માટે શ્વાસ લેવું સરળ. અને પાણીમાં ઓક્સિજન ઘટે એટલે માછલીઓ પાણીમાં જ ગૂંગળાવા લાગે.
ઘટના કેમ બની ?
નદીઓ હવાના સંપર્કથી પાણીમાં ઓક્સિજન ભરી શકે છે. જો કે, આ પ્રમાણમાં ધીમી પ્રક્રિયા છે, ખાસ કરીને જો પાણી સ્થિર હોય તો સ્થિર પાણીમાં જીવાણું ઘર કરી જાય અને તે પાણીમાં રહેલો ઓક્સિજન વાપરી નાખે. મરે ડાર્લિંગ બેસીન નદીના કિસ્સામાં પણ આમ જ બન્યું છે.
ગરમીનું પ્રમાણ વધતા પાણીમાં શેવાળ બાઝી ગઈ.
તેનાથી બેક્ટેરિયા માટે ખોરાક ઉભો થયો અને આ જીવાણુંઓની સંખ્યા વધતા પાણીમાં હાજર ઓક્સિજન ઓછું પાડવા લાગ્યું. આખરે પાણીમાં પ્રાણવાયુના અભાવને કારણે લાખો માછલીઓ મરી ગઈ હતી.
જ્યાં સુધી નદીને સાફ ન કરવામાં આવે ત્યાં સુધી મરેલી માછલીઓ બેક્ટેરિયા માટે ખોરાક બની ગઈ છે એટલે બેક્ટેરિયા ખુબ પ્રમાણમાં વધી રહ્યા છે.
તેથી ફરી એક વાર de-oxygenation ઇવેન્ટ બની શકે છે અને બેક્ટેરિયા ફેલાતા જાય તેમ તેમ નદીના અલગ અલગ ભાગમાં જળસૃષ્ટિ જોખમમાં મુકાઇ રહી છે.
આ અઠવાડિયે હજી વધુ ગરમી પડવાની આગાહી છે તેથી વિવિધ જળાશયોના પાણી માં oxygen નું પ્રમાણ ઘટવાની આગાહી છે અને જળસૃષ્ટિ સંકટમાં છે.
More stories on SBS Gujarati

ઓસ્ટ્રેલીયાના બગીચાઓમાં (lead) સીસુંના ભયજનક પ્રમાણ સામે ચેતવણી
Share

