સમગ્ર વીકેન્ડ દરમિયાન ન્યૂ સાઉથ વેલ્સના મિડ - નોર્થ કોસ્ટમાં ભારે વરસાદ પડતા પૂરની પરિસ્થિતી વધુ વણસી છે. જોકે, રાહત બચાવકાર્ય જારી છે. અને અત્યાર સુધીમાં લગભગ 18,000 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. તેમ પ્રીમિયર બેરેજિક્લિયને જણાવ્યું હતું.
પરિસ્થિતીની સમીક્ષા કરીને સરકારે સોમવારે કેટલાક નિર્ણયો લીધા હતા.

A screen grab from a supplied video showing water spilling from the Warragamba Dam in Greater Sydney, Sunday, March 201, 2021. Source: WATERNSW
- સમગ્ર રાજ્યમાં 200 જેટલી સ્કૂલને સોમવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ન્યૂ સાઉથ વેલ્સના ઉત્તર ભાગ, હંટર, સેન્ટ્રલ કોસ્ટ તથા વેસ્ટર્ન સિડનીની સ્કૂલોનો સમાવેશ થાય છે.
- ભારે વરસાદ તથા ખરાબ હવામાનની પરિસ્થિતી બની રહેશે તો વધુ સમય માટે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાઇ શકે છે.
- હૉક્સબરી - નેપિયન વેલી વિસ્તારોમાં પાણીનું સ્તર સતત વધતું હોવાના કારણે હજારો લોકોને સુરક્ષિત સ્થાનો પર લઇ જવાની કામગીરી ચાલૂ છે.

A semi-submerged child’s playground on the banks of the flooded Nepean River at Trench Reserve at Penrith in Sydney, Monday, March 22, 2021. Source: AAP Image/Dean Lewin
- વિન્ડસર, પીટ્ટ ટાઉન, નોર્થ રિચમંડ, ફ્રીમેન્સ રીચ તથા કોલોમાં સોમવારે સવારે પાણીનું સ્તર વધે તેવી શક્યતા છે.
- મંગળવારે સવારે 9 વાગ્યાથી સોમવારે સવારે 3 વાગ્યા સુધીમાં કુલ છ દિવસમાં મિડ - નોર્થ કોસ્ટમાં લગભગ 900 mm જેટલો વરસાદ પડ્યો છે.
- રાજ્યની આપાતકાલિન સર્વિસે મદદ માટે અત્યાર સુધીમાં 8000 જેટલા ફોન કોલ મેળવ્યા છે.
- ટ્રાન્સપોર્ટ ન્યૂ સાઉથ વેલ્સે જાહેર વાહનવ્યવહારમાં ભીડ ન થાય તે માટે લોકોને જો શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમ કરવા માટે જણાવ્યું છે.
18,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પોર્ટ મક્વાયરી, ટારી અને કેમ્પસેમાંથી લગભગ 15,000 લોકોને જ્યારે મિડ - નોર્થ કોસ્ટ, નેપિયન - રીચમંડ વેલી વિસ્તારમાં ફસાયેલા લગભગ 3000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
તેમણે આ વિસ્તારોમાં રહેતા લોકોને સરકારી આદેશો અને સલાહ પર ધ્યાન આપવા જણાવ્યું છે. અને, તેમને આદેશ મળે તો ઘર છોડવા પણ તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે.
Image
હજી 2 દિવસ ભારે વરસાદની આગાહી
પ્રીમિયર બેરેજીક્લિયને જણાવ્યું હતું કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં બુધવાર તથા ગુરુવાર સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે પણ બે અલગ અલગ હવામાનની સિસ્ટમ આજે મધ્યરાત્રીએ એકબીજા સાથે ટકરાતી હોવાથી ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.
બીજી તરફ, વડાપ્રધાન સ્કોટ મોરિસને 2GB ને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, પૂરગ્રસ્ત વિસ્તારો માટે મદદ તૈયાર ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સ તૈયાર છે.
તેમણે ઉમેર્યું હતું કે હજી સુધી ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સની મદદ માટે કોઇ વિનંતી કરવામાં આવી નથી પરંતુ કેન્દ્ર સરકાર ન્યૂ સાઉથ વેલ્સને તમામ પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવશે.
હેલિકોપ્ટર્સ તથા મદદ માટેની અન્ય સાધન - સામગ્રી સાથે ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્મ સ્ટેન્ડ બાય હોવાનું વડાપ્રધાને ઉમેર્યું હતું.
The Public Information and Inquiry Centre provides information about the severe weather at any time of day on 1800 227 228. For emergency help in floodwaters, call the NSW SES on 132 500.

