ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે સિડનીના દક્ષિણ વિસ્તારમાં આવેલા મનોરંજન સેન્ટર તથા સુપરમાર્કેટને કોરોનાવાઇરસના સંભવિત સંક્રમિત સ્થળની યાદીમાં મૂક્યા છે.
હોટલમાં કાર્ય કરતા સિક્યોરિટી ગાર્ડને કોરોનાવાઇરસનું નિદાન થયું છે. તેણે મુલાકાત લીધી હોય તેવા વિસ્તારોને આ યાદીમાં સમાવવામાં આવ્યા છે.
સિડનીની સોફિટેલ વેન્ટવર્થ હોટલમાં 11મા માળ પર કાર્ય કરતી વખતે તેને વિદેશી મુસાફર દ્વારા આ ચેપ લાગ્યો હોવાનું જીયોમીક ટેસ્ટીંગમાં જાણવા મળ્યું છે.
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે હોટલમાં કાર્ય કરતા સિક્યોરિટી ગાર્ડે સુરક્ષાના તમામ નિયમોનું પાલન કર્યું હતું.
અને, તે સંક્રમિત મુસાફરના રૂમથી ઘણો દૂર રહ્યો હતો.
સિડનીના રહેવાસીઓએ જો નીચેના સ્થળોની મુલાકાત લીધી હોય તો તેમને લક્ષણો પર નજર રાખવા અંગે જણાવાયું છે.
અને, કોરોનાવાઇરસનું કોઇ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે.
તથા નેગેટીવ પરિણામ ન આવે ત્યાં સુધી આઇસોલેટ થવું પડશે.
- હર્ટ્સવિલ એક્વેટીક સેન્ટર (સ્ટેડિયમ અને જીમ્નેશિયમ વિસ્તાર), હર્ટ્સવિલ, કિંગ જ્યોર્જ્સ રોડ અને ફોરેસ્ટ રોડ, હર્ટ્સવિલ
- તારીખ - બુધવાર, 10 માર્ચ
- સમય - સાંજે 4.15થી 5.30
- કોલ્સ, કોલ્સ હર્ટ્સવિલ સ્ટેશન, 225 ફોરેસ્ટ રોડ
- તારીખ - બુધવાર 10 માર્ચ
- સમય - રાત્રે 9.15થી 9.46
સમગ્ર ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવા માટે 350થી પણ વધારે સાઇટ શરૂ કરવામાં આવી છે. જેમાંથી મોટાભાગની સાઇટ અઠવાડિયાના તમામ 7 દિવસ કાર્યરત રહે છે.

