ન્યૂ સાઉથ વેલ્સમાં શુક્રવારે સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસના નવા 136 કેસ નોંધાયા હતા.
જેમાંથી ચેપ ધરાવતી 53 વ્યક્તિઓએ ચેપ સાથે જ સમુદાયમાં અવર-જવર કરી હતી.
આ ઉપરાંત, 89 વર્ષીય વ્યક્તિનું કોવિડ-19ના કારણે મૃત્યુ પણ થયું હતું. રાજ્યમાં કોવિડ-19થી આ 62મું મૃત્યુ નોંધાયું છે.
રાજ્યમાં હાલમાં 137 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 32 લોકો ICUમાં તથા 14 દર્દીઓ વેન્ટીલેટર પર છે.
ન્યૂ સાઉથ વેલ્સ સરકારની કેબિનેટ મિટીંગ શુક્રવારે સવારે 8 વાગ્યે યોજાઇ હતી જેમાં મુખ્ય આરોગ્ય અધિકારી કેરી ચેન્ટ તથા તેમની ટીમે રાજ્યના દક્ષિણ - પશ્ચિમ તથા પશ્ચિમ વિસ્તારોમાં પ્રવર્તી રહેલી સ્થિતીને 'રાષ્ટ્રીય આપદા' (National Emergency) તરીકે વર્ણવી છે.
મુખ્ય આરોગ્ય અધિકારી ડો કેરી ચેન્ટે જણાવ્યું હતું કે, 20થી 40 વર્ષની વયજૂથના યુવાનોને રસીની જરૂર છે. જેમાંથી ઘણા લોકો જીવન જરૂરિયાતની સેવાઓમાં નોકરી કરે છે. આ ઉપરાંત, તેમણે એસ્ટ્રાઝેનેકાની રસીનો વપરાશ વધારવા પર ભાર મૂક્યો હતો.
ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયને જણાવ્યું હતું કે, કમ્બરલેન્ડ તથા બ્લેકટાઉન લોકલ ગવર્મેન્ટ વિસ્તારોમાં રહેતા લોકો શનિવાર 24મી જુલાઇ રાત્રે 12.01 વાગ્યાથી તેમના વિસ્તારની બહાર જઇ શકશે નહીં. ફક્ત આરોગ્ય, ઇમર્જન્સી તથા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ક્ષેત્રોમાં કાર્ય કરતા લોકો જ વિસ્તારની બહાર જઇ શકશે.
ક્યા ક્ષેત્રોમાં કાર્ય કરતા લોકોને મંજૂરી આપવામાં આવશે
ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના કારણે ઉદ્ભવેલી પરિસ્થીતીને ધ્યાનમાં રાખીને કમ્બરલેન્ડ તથા બ્લેકટાઉન લોકર ગવર્મેન્ટ વિસ્તારમાં રહેતા લોકો જો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ક્ષેત્રોમાં કાર્ય કરતા હશે તો તેમને વિસ્તાર છોડવાની પરવાનગી આપવામાં આવશે.
સરકાર દ્વારા નક્કી કરાયેલા ક્ષેત્રો
- એડમિનીસ્ટ્રેટીવ તથા સપોર્ટ સર્વિસ
- કૃષિક્ષેત્ર
- શિક્ષણ
- વિજળી, ગેસ તથા પાણી સહિતની સર્વિસ
- આરોગ્ય તથા અન્ય સામાજિક સહાય માટેની સર્વિસ
- માહિતી, મીડિયા તથા ટેલિકમ્યુનિકેશન્સ
- મેન્યુફેક્ચરીંગ
- પબ્લિક એડમિનીસ્ટ્રેશન એન્ડ સેફ્ટી
- રીટેલ વેપાર
- વાહન વ્યવહાર, પોસ્ટલ તથા વેરહાઉસ
- તથા અન્ય જીવન જરૂરી સર્વિસ
તમામ ક્ષેત્રોની વિસ્તૃત માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.
બ્લેકટાઉન સિટી કાઉન્સિલ

Map of Blacktown LGA and its suburbs Source: Blacktown City Council
- બ્લેકટાઉન
- બંગારબી
- રૂટી હિલ
- માઉન્ટ ડ્રુઇટ
- પ્રોસ્પેક્ટ
- રાઉસી હિલ
- માર્સડન પાર્ક
- સ્કોફિલ્ડ્સ
- તલાવોંગ
- ધ પોન્ડ્સ
- લાલોર પાર્ક
- ડૂનસાઇડ
- ટુંગાબી
- સેવન હિલ્સ
કમ્બરલેન્ડ સિટીમાં સમાવિષ્ટ વિસ્તારોની યાદી
- ગિરાવીન - ટુંગાબી
- પેન્ડલહિલ
- ગ્રેસ્ટેન્સ
- વેન્ટવર્થવિલ
- વેસ્ટમીડ
- બેરાલા
- મેરીલેન્ડ્સ
- ગીલ્ડફોર્ડ
- સાઉથ ગ્રેનવિલ
- ઓબર્ન
- લિડકમ્બ