૧૬ નવેમ્બરથી નવા 491 રીજનલ વર્ક વિસા અમલમાં આવશે

આવતીકાલ 16 નવેમ્બરથી અમલમાં આવી રહેલા 491 વિસાના મહત્વના મુદ્દા.

Regional Visa

According to the Department of Home Affairs new Contributory Parent visa applications are likely to take at least 65 months to be released for final processing Source: Getty Images

ઓસ્ટ્રેલિયાના પ્રાદેશિક વિસ્તારો થોડા સમયથી કેન્દ્ર સરકારને અનુરોધ કરી રહ્યા છે કે રીજનલ વ્યવસાયોમાં કુશળ કારીગરો અને કર્મચારીઓની અછતને  પહોંચી વળવા અમુક ફેરફાર કરવામાં આવે. તે અંતર્ગત ઓસ્ટ્રેલિયન સરકાર આવતીકાલથી નવા વિસા અમલમાં મૂકી રહી છે.

૧૬ નવેમ્બર ૨૦૧૯થી  અમલમાં આવી રહેલા રીજનલ વર્ક વિઝા 491ના મુખ્ય મુદ્દા: 

  • સબક્લાસ 491 હેઠળ ઓસ્ટ્રેલિયાના પ્રાદેશિક વિસ્તારોમાં રહેવા અને કામ કરવાની શરતે 14,000 વિદેશી સ્કિલ્ડ વર્કર્સને વિઝા એનાયત થશે.
  • 491 વિઝા પર કુલ પાંચ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહેવાની પરવાનગી મળશે.
  • પાંચમાંથી ત્રણ વર્ષ માટે નિર્ધારિત પ્રાદેશિક વિસ્તારમાં નોકરી સાથે રહ્યા પછી પર્મનન્ટ રેસીડન્સી માટે અરજી કરી શકાશે.
  • નવા 491 રીજનલ વર્ક વિઝામાં મેડીકેરની સુવિધા પણ મળશે
  • આ વિઝા હેઠળ સિડની, મેલબર્ન, બ્રિસ્બેન જેવા શહેરોમાં રહેવાની કે નોકરી કરવાની પરવાનગી નથી.
  • નવો વિઝા 489 વિઝાને સ્થાને શરૂ કરવામાં આવી રહ્યો છે. તેથી 16 નવેમ્બરથી 489 વિઝા બંધ થઇ રહ્યો છે.
  • આ વિઝા માટે 45 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે ૪૫ વર્ષથી નાની ઉંમરના કુશળ કર્મચારીઓ 491 વિઝા મેળવી શકશે.
  • પરિણીત યુગલો અને અપરિણીત લોકો બંને માટે આ વિઝા ઉપલબ્ધ છે.
  • અપરિણીત અરજદાર માટે આ વિઝા હેઠળ 10 પોઈન્ટ એનાયત થાય છે.
  • પરિણીત યુગલોમાં પાર્ટનરની કુશળતા પણ સ્કિલ્ડ ઓક્યપેશન લીસ્ટમાં હોય તો તે અરજીને પ્રાધાન્ય મળશે.પાર્ટનરની કુશળતા માટે 10 પોઈન્ટ મેળવી શકાશે.
  • જે અરજદારના પાર્ટનર અંગ્રેજી ભાષાની IELTS જેવી પરીક્ષામાં 6 કે તેનાથી ઉપરના બેન્ડ મેળવી શકે તેમણે પણ પ્રાધાન્ય મળશે. પાર્ટનરના ઈંગ્લીશ સ્કોર બદલ 5 પોઈન્ટ મેળવી શકશે.
  • જો રાજ્ય કે પ્રદેશ સરકાર દ્વારા સ્કિલ નોમીનેટ કરવામાં આવી હોય તો તેના વધારાના 15 પોઈન્ટ મળશે. એવી જ રીતે કુટુંબમાંથી કોઈ પ્રાદેશિક વિસ્તારમાં વસ્યું હોય અને તેની સ્પોન્સરશીપ સાથે અરજી કરવામાં આવે તો વધારાના ૧૫ પોઈન્ટ મળશે.
  • 16 નવેમ્બર 2022 પછી PRની અરજી કરી શકશે પરંતુ તેમ માટે ત્રણ વર્ષના રોજગાર દરમિયાન ન્યુનતમ વાર્ષિક આવક $53,900 હોવી જોઈએ.


 

Share

Published

Updated

By SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
૧૬ નવેમ્બરથી નવા 491 રીજનલ વર્ક વિસા અમલમાં આવશે | SBS Gujarati