સિડનીમાં બુધવારે કોરોનાવાઇરસના 97 કેસ નોંધાયા હતા. જેમાંથી 70 કેસ સાઉથ વેસ્ટ સિડનીમાં જ નોંધાયા છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના કારણે 71 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જેમાંથી 20 દર્દી ICUમાં સારવાર હેઠળ છે જ્યારે 4 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઇ રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 65,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રાજ્યના પ્રીમિયર ગ્લેડીસ બેરેજીક્લિયને લોકડાઉન ઓછામાં ઓછું 30મી જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો.
તેમણે આ ઉપરાંત, 31 જુલાઇ પછી પણ લોકડાઉન હળવું થશે કે કેમ તે અંગે કોઇ ચોક્કસ બાહેંધરી આપી નહોતી.
બીજી તરફ, ફેરફિલ્ડના સ્થાનિક વિસ્તારોના રહેવાસીઓને દર 3 દિવસે કોવિડ-19 ટેસ્ટ કરાવવાનો મંગળવારે નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેના કારણે બુધવારે સવારથી જ ટેસ્ટીંગ સેન્ટર્સ પર લાંબી લાઇનો જોવા મળી હતી.
પ્રીમિયરે જણાવ્યું હતું કે નવો નિયમ વીકેન્ડથી લાગૂ થશે.
પરંતુ જીવન જરૂરિયાતની સર્વિસ સાથે સંકળાયેલા કાર્યકરો નોકરીના સ્થળથી નજીક અને ફેરફિલ્ડ વિસ્તારથી બહાર આવેલા ટેસ્ટીંગ ક્લિનીકમાં ટેસ્ટ કરાવી શકે છે.
ફેરફિલ્ડ ઉપરાંત, લીવરપુલ, કેન્ટરબરી - બેન્ક્સટાઉન વિસ્તારો પણ હાલમાં હાઇ - એલર્ટ પર છે. જેમાં..
- રોઝલેન્ડ્સ
- રોઝબરી
- કેન્ટરબરી
- બેલમોર
- સધરલેન્ડ શાયર
- સેન્ટ જ્યોર્જ
- વિન્ડસર
- સેન્ટ આઇવ્સ
- પેનરીથ
- બેસાઇડ
રાજ્ય સરકારે જોખમી વિસ્તારોમાં ટેસ્ટીંગ માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.