ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસનો એક કેસ નોંધાયો છે.
મળતી માહિતી પ્રમાણે, સિડની પૂર્વમાં રહેતી 50 વર્ષીય વ્યક્તિને કોરોનાવાઇરસનું નિદાન થયું છે.
રાજ્યના આરોગ્ય અધિકારીઓના માનવા પ્રમાણે, તે વ્યક્તિ શુક્રવારથી સંક્રમિત હતી.
તે વ્યક્તિએ વિદેશ કે આંતરરાજ્ય પ્રવાસ કર્યો નહોતો. આ ઉપરાંત, તે હોટલ ક્વોરન્ટાઇનમાં પણ કાર્ય નહીં કરતી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને જણાવ્યું હતું કે, સંક્રમિત વ્યક્તિએ યોગ્ય પગલાં લીધા હતા અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકો હાલમાં આઇસોલેશનમાં છે. અને, તેમણે કોરોનાવાઇરસના ટેસ્ટ કરાવ્યા છે.
મુખ્ય આરોગ્ય અધિકારી કેરી ચેન્ટે જણાવ્યું હતું કે સંક્રમિત વ્યક્તિએ સંક્રમણ સાથે ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી. નીચેના સ્થળોની મુલાકાત લેનારા લોકોને કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવી આઇસોલેટ થવાની સલાહ આપવામાં આવી છે.
Event Cinemas at Bondi Junction Westfield 30/4/21 6 pm-8 pm
Figo Restaurant, Rushcutters Bay 30/4/21 8.45 pm-11 pm
Joe's Barbeques & Heating, Silverwater 1/5/21 1 pm –1.45 pm
Tucker Barbecues, Silverwater 1/5/21 1 pm-1.45 pm
Barbeques Galore, Annandale 1/5/21 2 pm-3 pm
Barbeques Galore, Casula 1/5/21 4 pm-5 pm
BP 1077 Botany Road, Mascot 1/5/21 4.30 pm-5 pm
The Meat Store, Bondi Junction 2/5/21 3 pm-4 pm

