બુધવારે નોંધાયેલા એક કેસ બાદ ગુરુવારે પણ સિડનીમાં કોરોનાવાઇરસનો એક કેસ નોંધાયો હતો. ચેપગ્રસ્ત વ્યક્તિની પત્નીને કોરોનાવાઇરસનું નિદાન થયું છે. અન્ય તમામ નજીકના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવ્યું છે.
રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે 6 મે 2021, ગુરુવારથી સિડનીમાં વિવિધ નિયંત્રણો અમલમાં મૂક્યા છે.
- ગ્રેટર સિડનીમાં ગુરુવારે સાંજે 5 વાગ્યાથી સોમવારે 12 વાગ્યા સુધી એક ઘરમાં 20થી વધુ લોકો જમા થઇ શકશે નહીં.
- આગામી ત્રણ દિવસ સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ, સુપરમાર્કેટ તથા કોઇ પણ ઇન્ડોર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
- ધાર્મિક અને મનોરંજનના સ્થળોમાં ડાન્સ અથવા ગાયન કાર્યક્રમ યોજી શકાશે નહીં.
- ગુરુવાર સાંજથી સોમવાર સુધી એજ કેર સુવિધાની મહત્તમ 2 વ્યક્તિઓ જ મુલાકાત લઇ શકશે.
રાજ્યના આરોગ્ય અધિકારી ડો કેરી ચેન્ટે જણાવ્યું હતું કે, 50 વર્ષીય વ્યક્તિને કોરોનાવાઇરસનો ચેપ કેવી રીતે લાગ્યો તે અંગે તપાસ ચાલી રહી છે. તે વ્યક્તિ ક્વોરન્ટાઇન કે બોર્ડર પર કાર્ય કરતા કર્મચારીના સંપર્કમાં આવી નહોતી.
લેબમાં તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે, અમેરિકાથી આવેલી એક ચેપગ્રસ્ત વ્યક્તિએ ડાર્લિંગ હાર્બર ખાતે પાર્ક રોયલની મુલાકાત લીધી હતી. તેની સાથે ચેપગ્રસ્ત વ્યક્તિના લક્ષણો મળી રહ્યા છે.
ડો કેરી ચેન્ટે જણાવ્યું હતું કે, તે વ્યક્તિને ચેપ કેવી રીતે લાગ્યો તે માટે સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ ચાલી રહી છે.
નવા 9 કેસનું નિદાન થયું
બુધવાર રાત્રિ સુધીમાં વિદેશથી આવેલા મુસાફરો દ્વારા નવા 9 કેસનું નિદાન થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. છેલ્લા 24 કલાકમાં 11579 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કોરોનાવાઇરસના કુલ 5327 કેસનું નિદાન થયું છે.
રાજ્યના ટ્રેઝરર સેલ્ફ-આઇસોલેટ
ન્યૂ સાઉથ વેલ્સના ટ્રેઝરર ડોમિનીક પેરોટ્ટેટે વાઇરસનું જોખમ ધરાવતા સ્થળની મુલાકાત લીધા બાદ હાલમાં તેઓ સેલ્ફ આઇસોલેટ થયા છે. તેમણે ચિફલી કોમ્પલેક્ષ ખાતે ડીસ્ટ્રીક્ટ બ્રેસેરીની 30મી એપ્રિલના રોજ મુલાકાત લીધી હતી.
આ સ્થળની કોરોનાવાઇરસનો ચેપ ધરાવતી વ્યક્તિએ પણ મુલાકાત લીધી હોવાથી તેને ભયજનક સ્થળની યાદીમાં મૂકવામાં આવ્યું છે.
ચેપ ધરાવતી વ્યક્તિએ 30મી એપ્રિલ શુક્રવારથી 4 મે મંગળવાર દરમિયાન મુલાકાત લીધી હોય તેવા સ્થળોને વાઇરસનું જોખમ ધરાવતા સ્થળોની યાદીમાં મુકવામાં આવ્યા છે.
- District Brasserie, Sydney 30/4/21 11 am-11.45 am
- Hinesight Optometrist, Sofitel Sydney Wentworth 30/4/21 12 pm-1 pm
- Barbetta, Paddington 30/4/21 1.30pm-2.30pm
- Event Cinemas at Bondi Junction Westfield 30/4/21 6 pm-8 pm
- Figo Restaurant, Rushcutters Bay 30/4/21 8.45 pm-11 pm
- Joe's Barbeques & Heating, Silverwater 1/5/21 1 pm –1.45 pm
- Tucker Barbecues, Silverwater 1/5/21 1 pm-1.45 pm
- Barbeques Galore, Annandale 1/5/21 2 pm-3 pm
- Barbeques Galore, Casula 1/5/21 4 pm-5 pm
- BP 1077 Botany Road, Mascot 1/5/21 4.30 pm-5 pm
- The Meat Store, Bondi Junction 2/5/21 3 pm-4 pm
- The Stadium Club, Moore Park 3/5/21 11.30am-12.30pm
- Azure Cafe, Moore Park 3/5/21 12.30 pm-1 pm
- The Royal Sydney Golf Club, Rose Bay 3/5/21 5.30 pm-9 pm
- Rug Cleaning Repairs Hand Rug Wash Sydney, Brookvale 4/5/21 12.30 pm-1 pm
- Alfresco Emporium, Collaroy 4/5/21 1pm-1.30pm
- Smith Made, Balgowlah 4/5/21 2.30 pm-2.45 pm
- Chemist Warehouse, Double Bay 4/5/21 3.45 pm-4 pm
- Woolworths, Double Bay 4/5/21 4.05 pm-4.15 pm
- Fratelli Fresh at Westfield Sydney, 27/4/21 1:15 pm-2:15 pm
- Bondi Beach, the Bondi Trattoria, 29/4/21 12:45 pm-1:30 pm

