SKIP TO MAIN CONTENT

પ્રિ-વેડીંગ ફોટોશૂટ માટે 8000 કિ.મી. દૂર ઓસ્ટ્રેલિયા આવ્યું યુગલ

લગ્ન અગાઉ ફોટોશૂટ કરાવવા માટે એશિયન દેશોથી ઓસ્ટ્રેલિયા આવવાનું ચલણ વધ્યું, ભારતમાં એક યુગલે PUBG ગેમની થીમ પર ફોટોશૂટ કરાવ્યું.

Pre-wedding photo shoot
Source: Tapan Patel

2 min read

Published

Updated

By Vatsal Patel


Skip to article content

પ્રી-વેડીંગ ફોટોશૂટનો ટ્રેન્ડ ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યો છે અને લગ્ન સાથે જોડાયેલી વિવિધ પ્રકારની વિધીની યાદીમાં પ્રી-વેડીંગ ફોટોશૂટ મોખરે આવે છે.

ભારતમાં લગ્ન અગાઉના ફોટોગ્રાફ માટે વિવિધ પ્રકારના સ્થળ લોકપ્રિય બની રહ્યા છે. પર્વતો, જંગલો, મહેલ કે અન્ય કોઇ ઐતિહાસિક સ્થળ પર જઇને કપલ્સ પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ પાસે ફોટોશૂટ કરાવે છે.

Pre-wedding photo shoot
Source: Tapan Patel

ભારતમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ કરતા ફોટોગ્રાફર તપન પટેલે SBS Gujarati ને જણાવ્યું હતું કે, "લગ્નમાં કન્યાદાન, ફેરા અને વિદાય જેવા પ્રસંગોના હજારો ફોટોગ્રાફ પડે છે. તેથી જ વર અને વધૂ હવે આ સામાન્ય ફોટોગ્રાફ કરતાં કંઇક અલગ જ પ્રકારના ફોટોગ્રાફ કરાવી રહ્યા છે."

"પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે હાલમાં ઐતિહાસિક જગ્યાઓ જેમ કે મહેલ, કિલ્લો તથા નદી, જંગલો કે પર્વતો જેવા કુદરતી સૌદર્ય ધરાવતી જગ્યાઓ ઘણી જ લોકપ્રિય બની રહી છે."

પ્રી-વેડીંગ ફોટોશૂટ માટે વિદેશ લોકપ્રિય

તપન પટેલે જણાવ્યું હતું કે, "પ્રી-વેડીંગ ફોટોશૂટ માટે ભારતમાંથી કેટલાક યુગલ વિદેશના સ્થળો પર પણ જઇ રહ્યા છે. ભારતથી દુબઇ, શ્રીલંકા જેવા દેશોમાં જવાનું ચલણ વધ્યું છે."

વિવિધ થીમ પ્રમાણે ફોટોશૂટ

કપલ્સમાં કોઇ એક થીમ પર ફોટોશૂટ કરાવવું પણ લોકપ્રિય બની રહ્યું છે. હાલમાં જ ભારતમાં એક કપલે ઇન્ટરનેટ પર આ વર્ષની સૌથી લોકપ્રિય ગેમ પબજી (PUBG)ની થીમ સાથે એ પ્રકારના કપડાં, સ્થળ અને ગેમમાં વપરાતા હથિયારોનો ઉપયોગ કરીને ફોટોગ્રાફ પડાવ્યા હતા.

પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે ઓસ્ટ્રેલિયા લોકપ્રિય સ્થળ

ફક્ત ભારતમાં જ પ્રી-વેડીંગ ફોટોશૂટ થઇ રહ્યા છે તેમ નથી, ભારતના પાડોશી દેશ ચીનમાં પણ યુગલો લગ્ન પહેલાં ફોટોશૂટ કરાવી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયા આ તે માટે લોકપ્રિય સ્થળ બની રહ્યું છે.

હાલમાં જ ચીનના નાનજીંગ પ્રાન્તના લીના ઝીંગ અને વેઇ જીયાંગે 8 હજાર કિલોમીટર દૂર ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવીને તેમનું પ્રી-વેડીંગ ફોટોશૂટ કરાવ્યું હતું.

Pre-wedding photo taken at Harbour Bridge
Pre-wedding photo taken at Harbour Bridge Source: SBS

સિડનીના પ્રખ્યાત ઓપેરા હાઉસ નજીક ફોટોશૂટ દરમિયાન ઝીંગે જણાવ્યું હતું કે, "પ્રી-વેડીંગના યાદગાર ફોટોગ્રાફ મળી રહે તે માટે અમે ઓસ્ટ્રેલિયા આવ્યા છીએ."

ઝીંગ અને જીયાંગે જુદા - જુદા સ્થળ, ડ્રેસ અને વિવિધ પ્રકારની હેર સ્ટાઇલ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. જેનો એક દિવસનો ખર્ચ લગભગ 5000 ડોલર જેટલો થાય છે.

જીયાંગે જણાવ્યું હતું કે, "ચાઇનાનું અર્થતંત્ર વિકસીત છે અને પ્રી-વેડીંગ ફોટોશૂટ માટે ખર્ચ ચીનના લોકોને પરવડે તેમ છે."

બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં છેલ્લા 15 વર્ષથી લગ્નની ફોટોગ્રાફી કરી રહેલા રોબર્ટ વેને જણાવ્યું હતું કે, "તેમણે જ્યારે આ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે તેમની પાસે માત્ર સ્થાનિક ગ્રાહકો જ હતા પરંતુ હવે તેમને વિદેશથી ગ્રાહકો મળવા લાગ્યા છે."

"છેલ્લા કેટલાક સમયમાં ચીન, કોરિયા, સિંગાપોર, હોંગકોંગ જેવા દેશોમાંથી લોકો ઓસ્ટ્રેલિયા આવીને ફોટોશૂટ કરાવી રહ્યાં છે."

"ઓસ્ટ્રેલિયામાં દરિયાની નીચે, ઓપેરા હાઉસની સામે ફટાકડાની આતશબાજી વચ્ચે તથા કાંગારુઓ સાથે લોકો ફોટોશૂટ કરાવે છે," તેમ રોબર્ટ વેને જણાવ્યું હતું.

Follow SBS Gujarati on Facebook.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now