ન્યૂ સાઉથ વેલ્સના મિડ - નોર્થ કોસ્ટમાં સદીનું સૌથી ભયાનક પૂરનું જોખમ છે. જ્યારે પશ્ચિમ સિડની અને હૉક્સબરીના કેટલાક વિસ્તારોમાં 50 વર્ષનો સૌથી ભારે વરસાદ પડ્યો છે.
રાજ્યના ડઝનથી પણ વધારે વિસ્તારોમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે અને રાહત બચાવકાર્ય ચાલૂ છે.
રાજ્યના મિડ - નોર્થ કોસ્ટ વિસ્તારો, કેમ્પસે, પોર્ટ મેક્વાયરી, વાવહોપ, મેક્સવિલ, લૌરીટોન, ટારી અને વિંગહામના રહેવાસીઓને સ્થળાંતરનો આદેશ અપાયો છે.
ન્યૂ સાઉથ વેલ્સ પૂરની મુખ્ય બાબતો -
- રાજ્ય અને કેન્દ્ર સરકારે પૂરનો સામનો કરી રહેલા વિસ્તારોને કુદરતી આપદાની શ્રેણીમાં મૂક્યા
- ક્રિટીકલ ડિઝાસ્ટર રિલીફ ફંડ અમલમાં મૂકવાની જાહેરાત કરી
- ગુરુવારથી સ્ટેટ ઇમર્જન્સી સર્વિસના 1500 સ્વયંસેવકોએ બચાવ માટે 7000થી વધુ ફોન મેળવ્યા તથા 650 જેટલા બચાવ કાર્યો હાથ ધર્યા.
- સિડની માટે પાણીનો મુખ્ય સ્ત્રોત વારાગમ્બા ડેમ 5 વર્ષ બાદ શનિવારે બપોરે ઓવર-ફ્લો થયો હતો. જેના કારણે નેપિયન અને હૉક્સબરી નદીમાં પાણીનું સ્તર પણ વધ્યું હતું.
- રવિવારે વહેલી સવારે સિડનીના પશ્ચિમ વિસ્તાર જેમ કે પીટ્ટ ટાઉન બોટમ્સ, કોર્નવાલિસ અને નોર્થ રીચમન્ડના રહેવાસીઓને ઘરમાંથી બહાર સુરક્ષિત સ્થળો પર જવા જણાવાયું હતું.
- મિડ - નોર્થ કોસ્ટમાં બચાવકાર્યો માટે 13 સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
- બુધવાર સુધી રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા
સોમવારે કેટલાક વિસ્તારોની સ્કૂલ બંધ
ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટ ઇમર્જન્સી સર્વિસ કમિશ્નરે જણાવ્યું હતું કે મિડ - નોર્થ કોસ્ટમાં કેટલીક સ્કૂલ બંધ રહેશે. આ ઉપરાંત, તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને શક્ય હોય તો ઘરેથી જ કાર્ય કરવા માટે જણાવ્યું છે.
The Public Information and Inquiry Centre provides information about the severe weather at any time of day on 1800 227 228. For emergency help in floodwaters, call the NSW SES on 132 500.

