ચીનની મિલિટ્રી કંપની પર લગભગ 35,000 ઓસ્ટ્રેલિયન્સની અંગત માહિતીનો સંગ્રહ કરવાનો આરોપ મૂકાયો છે. બેઇજિંગની મિલિટ્રી કંપની અને ગુપ્તચર નેટવર્ક સાથે મળીને આ કંપનીએ વિશ્વના 2.4 મિલિયન લોકોની માહિતી એકઠી કરી હોવાનું મનાય છે.
જેમાં લોકોની જન્મ તારીખ, સરનામું, વૈવાહિક સ્થિતી તથા તેમના રાજકીય પક્ષ તરફના ઝુકાવ વિશેની માહિતી નોંધવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયાના રાજકારણી, વૈપાર – ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો તથા આંત્ર્યપ્રિન્યોરનો આ ડેટાબેઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાંથી મોટાભાગની માહિતી જાહેર પ્લેટફોર્મ્સ પરથી એકઠી કરવામાં આવી હોવાનું મનાય છે પરંતુ કેટલીક માહિતી ગુપ્ત દસ્તાવેજમાંથી લીક થઇ હોવાથી ચીનની ગુપ્તચર સંસ્થાઓ પર પ્રશ્નો ઉભા થયા છે.
આ માહિતી અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ઇટાલી, જર્મની અને ઓસ્ટ્રેલિયાના ફાઇન્સાન્સિયલ રીવ્યુ અને ABC સહિતના મીડિયા હાઉસ સાથે વહેંચવામાં આવી હતી.
વ્યક્તિગત માહિતી પર નજર કરીએ તો, વડાપ્રધાન સ્કોટ મોરિસન સહિત અટ્લાસિયન કો-ફાઉન્ડર માઇક કેનન – બ્રૂક્સ, જેનિફર વેસ્ટકોટ, નાઇન એન્ટરટેઇનમેન્ટના હ્યુ માર્ક્સ અને ડેવિડ ગોન્સ્કી સહિતના જાણિતા ઉદ્યોગપતિઓનો પણ તેમાં સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા દ્વારા માહિતી ભેગી કરાઇ
ABC ના જણાવ્યા પ્રમાણે, આ તમામ માહિતી ટ્વિટર, ફેસબુક, લિન્ક્ડઇન , ઇન્સ્ટાગ્રામ અને ટીકટોક જેવા સોશિયલ મીડિયા માધ્યમો પરથી લેવામાં આવી છે.
આ લીક થયેલી તમામ માહિતી શેન્ઝાન સ્થિત ઝેનહુઆ ડેટા દ્વારા સંકલિત કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી એન્યુસ ટેલરે આ અંગે જણાવ્યું હતું કે, જો કોઇ પણ માહિતી લીક થઇ હોય તો તે ખૂબ જ ચિંતાજનક છે પરંતુ, સરકાર સાઇબર સિક્ટોરિટી વધુ મજબૂત કરવા માટે કટિબદ્ધ છે અને કોઇ પણ પ્રકારની માહિતી લીક ન થાય તે માટે વધુ મજબૂત પગલાં લેવામાં આવશે.
Share


