ગત અઠવાડિયે સોશિયલ મીડિયા પર ક્વોન્ટાસની સ્થાનિય હવાઇ સેવામાં શાકાહારી ભોજન ન પીરસવા બદલ અનેક લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. સોશિયલ મીડિયાની પ્રતિક્રિયાના ઉત્તરમાં ક્વોન્ટસે હવે ડોમેસ્ટીક ફ્લાઇટ્સમાં શાકાહારી ભોજન આપવાનું નક્કી કર્યું છે.
નેશનલ કેરીયરે નક્કી કર્યુ હતુ કે હવાઇ મુસાફરી દરમિયાન ભોજનના વિકલ્પો ઓછા કરી દેવા- આ વિષય ગત અઠવાડિયે ઓનલાઇન માધ્યમો પર ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. જેમાં મહ્દઅંશે લોકોએ સ્થાનિક હવાઇ મુસાફરી દરમિયાન શાકાહારી ભોજન નહિ પીરસવાના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.
આ ચર્ચાઓએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું ત્યારે ક્વોન્ટસે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારી દરમિયાન જે ક્રુ સભ્યો ફ્લાઇટ્માં છે તેઓ ભોજન પીરસવાની સેવા અને અન્ય સેવાઓ સારી રીતે પ્રદાન કરી શકે તે માટે અમુક ફેરફારો કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયન સમાચાર પત્રો અને ટ્રાવેલ પ્રકાશનોએ મેનુમાં ફેરફારોને પ્રકાશિત કર્યાના થોડા જ દિવસો બાદ 23મી સપ્ટેમ્બર, શુક્રવાર સવારે ક્વોન્ટાસે એક મીડિયા રિલીઝ બહાર પાડી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ક્વોન્ટાસ તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર તેના શાકાહારી ભોજન અને નાસ્તાના વિકલ્પમાં વધારો કરશે.
ક્વોન્ટાસના પ્રોડક્ટ એન્ડ સર્વિસના એક્ઝિક્યુટિવ મેનેજર ફિલ કેપ્સે જણાવ્યું હતું કે અમારી હવાઇ સેવામાં શાકાહારી ભોજનમાં વધારો કરવો જોઇએ તે સંદેશો અમને સ્પષ્ટ રીતે મળ્યો છે તેથી અમે પ્રાથમિક ધોરણે ફેરફારો કરી રહ્યા છીએ.
તેઓએ વધુમાં કહ્યું હતું કે અમે કોવિડ દરમિયાન અમારી સેવામાં ઘણા ફેરફારો કરવા પડ્યા હતા અને અમે હજુ પણ ઘણું બધુ સામાન્ય કરવા અને સુધાર લાવવાની પ્રક્રિયામાં છીએ.
ફિલે જણાવ્યું હતું કે ક્વોન્ટાસને શ્રેષ્ઠ બનાવવા માટે તેઓ ઘણા પ્રયાસો કરી રહ્યા છે.
ત્યારે બીજી તરફ હવે શાકાહારી ભોજનને ફરી ફ્લાઇટ્સમાં આપવાના નિર્ણયને સોશિયલ મીડિયા પર વધાવવામાં આવ્યો છે.
બ્રોડકાસ્ટર અને પ્લેનેટ આર્કના સ્થાપક જ્હોન ડી, જેમની 18મી સપ્ટેમ્બરે એડિલેડ અને સિડની વચ્ચેની તેમની ફ્લાઇટમાં કોઇ શાકાહારી ભોજન ઉપલબ્ધ ન હોવા અંગેની ટ્વીટે ઘણા બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ, તેઓએ શુક્રવારે ફરી ટ્વીટ કર્યુ કે ક્વાન્ટસે શાકાહારી વિકલ્પો ફરી આપવાનો યોગ્ય નિર્ણય લીધો છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.