કોરોનાવાઇરસના કેસમાં વધારો થતાં વિક્ટોરીયામાં વધુ નિયંત્રણો લદાયા

વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના કારણે 13 મૃત્યુ તથા નવા 723 કેસ નોંધાયા, રીજનલ વિક્ટોરીયામાં પણ માસ્ક પહેરવું ફરજિયાત કરાયું.

Victoria's mandatory mask wearing policy will soon be relaxed

Victoria's mandatory mask wearing policy will soon be relaxed Source: AAP Image/Scott Barbour

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાઇરસના 723 નવા કેસ નોંધાયા છે જ્યારે 13 દર્દીઓના મૃત્યુ થયા છે.

રાજ્યમાં વધતા કેસને ધ્યાનમાં રાખીને હવે રીજનલ વિક્ટોરીયામાં પણ આગામી અઠવાડિયાથી માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીના સૌથી વધુ કેસ

કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. અને, રાજ્યમાં કોરોનાવાઇરસના કેસની કુલ સંખ્યા 9998 પર પહોંચી ગઇ છે.

જેમાંથી 255 કેસ રીજનલ વિક્ટોરીયામાં સક્રિય છે.

312 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જેમાંથી 34 દર્દી ઇન્ટેન્સિવ કેરમાં કોરોનાવાઇરસની સારવાર લઇ રહ્યા છે.

રાજ્યમાં વધુ 13 મૃત્યુ નોંધાયા

વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુસે ગુરુવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં એક જ દિવસમાં 13 મૃત્યુ થયા છે. જેમાં 70 વર્ષીય ત્રણ પુરુષ અને ત્રણ મહિલા તથા, 80 વર્ષીય ત્રણ પુરુષ અને બે મહિલા તથા 90 વર્ષીય બે પુરુષનો સમાવેશ થાય છે.

13માંથી 10 મૃત્યુ એજ કેર સાથે સંકળાયેલા હોવાની પ્રીમિયરે શક્યતા વ્યક્ત કરી હતી.
People are seen wearing masks in the Fitzroy Gardens in Melbourne, Wednesday, July 29, 2020. There are now 4775 active COVID-19 cases across Victoria and 769 of those are linked to aged care homes. (AAP Image/Daniel Pockett) NO ARCHIVING
All Victorians will now be required to wear masks, not just those in Melbourne and Mitchell Shire. Source: AAP

રીજનલ વિક્ટોરીયામાં માસ્ક ફરજિયાત

રીજનલ વિક્ટોરીયામાં 2જી ઓગસ્ટ રાત્રે 11.59થી ઘરમાંથી બહાર જાહેર સ્થળો પર નીકળતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, ગુરુવારે રાત્રે 11.59 વાગ્યાથી, રીજનલ વિક્ટોરીયાના કોલાક ઓટવે, ગ્રેટર જીલોંગ, સર્ફ કોસ્ટ, મૂરાબૂલ, ગોલ્ડન પ્લેન્સ, બોરહ ઓફ ક્લિન્સક્લિફ વિસ્તારના રહેવાસીઓ એકબીજાના ઘરની મુલાકાત લઇ શકશે નહીં.
પ્રીમિયર એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે, સામુદાયિક સંક્રમણ ન થાય તે માટે ઘરમાં મુલાકાતીઓને ભેગા થવા પર પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે જ્યારે રેસ્ટોરન્ટ્સ, પબ અને અન્ય હોસ્પિટાલિટીના સ્થળોને વેપાર ચાલૂ રાખવાની પરવાનગી આપવામાં આવશે.

આ ઉપરાંત, રાજ્યમાં જો કોરોનાવાઇરસની પરિસ્થિતી સુધરશે નહીં તો છ અઠવાડિયા બાદ પણ લોકડાઉન લંબાય તેવી શક્યતા પ્રીમિયર એન્ડ્ર્યુસે દર્શાવી હતી.

ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ. તમારા રાજ્યો અને ટેરીટરીની મેળાવડાની મર્યાદા અગે જાણો.


જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે જ રહો અને ડોક્ટરને ફોન કરોઅથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.

સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.


Share

Published

Updated

By SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service