પ્રકાશના પર્વ દિવાળીનો તહેવાર શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને, ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો કોવિડ-19ના લોકડાઉનમાંથી બહાર આવી રહ્યા છે ત્યારે વર્તમાન વર્ષે દિવાળીની ઉજવણી શક્ય બનશે.
પરિવારજનો, મિત્રો તથા સંબંધીઓ સાથે ભેગા મળીને ઉજવાતા આ તહેવાર દરમિયાન વિવિધ મીઠાઇ અને નાસ્તાની મજા સાથે શેરી તથા રસ્તા રોશનીથી ઝગમગી ઉઠશે.
SBS Gujarati બાળકો માટેની દિવાળી ઉજવણીમાં ભાગ લેનારા 2 લકી વિજેતાઓને ગિફ્ટ વાઉચર્સ આપશે.
તમારે તમારા બાળક (બાળકો) નો દિવાળીની શુભેચ્છા આપતો વીડિયો અમને મોકલવાનો રહેશે.
સરળ સવાલનો જવાબો આપો: તમે દિવાળીનો તહેવાર કેવી રીતે ઉજવો છો?
- ફક્ત ઓસ્ટ્રેલિયામાં વસતા 3થી 13 વર્ષની ઉંમરના બાળકો સ્પર્ધામાં ભાગ લઇ શકે છે.
- એક કે તેથી વધુ બાળકને એક જ વીડિયોમાં સમાવી લેવા. (કુટુંબ દીઠ એક જ વીડિયો સ્વીકારવામાં આવશે)
- બાળકો ભારતીય પરંપરાગત પોષાક ધારણ કરે તે અનિવાર્ય છે.
- વીડિયો સંદેશ ગુજરાતી ભાષામાં તથા 30 સેકન્ડ્સથી વધુ ન હોય તે જરૂરી છે.
તમારો વીડિયો Landscape Mode માં રેકોર્ડ કરો અને બાળક/બાળકો સેન્ટર પોઝીશનમાં રહે તે જરૂરી છે.

Diwali festival and Indian sweets Source: Getty Images/Manogna Reddy
ભાગ લેવા અંગેની શરતો:
ભાગ લેવા માટે તમારે દિવાળીના સંદેશા સાથે તમારું નામ, સંપૂર્ણ સરનામું, ફોન નંબર SBS Gujarati ને gujarati.program@sbs.com.au પર મોકલવાનો રહેશે.
વીડિયો 26મી ઓક્ટોબર 2021 સાંજે 6 વાગ્યાથી 4 નવેમ્બર 2021 રાત્રે 11:59 વાગ્યા (AEST) સુધી મોકલી શકાશે.
વિજેતાઓને ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે. ભાગ લેનારા બાળકોના વીડિયો SBS Gujarati ના Facebook પેજ પર મૂકવામાં આવશે.
**નોંધ: તમારા બાળકનો વીડિયો SBS ને મોકલી તેને SBSના સોશિયલ મીડિયા સહિત કોઇ પણ માધ્યમ પર મૂકવાની પરવાનગી આપી રહ્યા છો.
Disclaimer: By submitting the video, you approve of SBS using your entry in any way and in any media (including sharing on social media), and agree that all participants (and where necessary, their parent or guardian) depicted in the entry are aware and approve of this use.