હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીની ઓસ્ટ્રેલિયામાં પરંપરાગત રીતે ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી થાય છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં વસતા લોકો પાસે તક છે, SBS Gujarati Diwali Competition 2023 માં ભાગ લઇને આકર્ષક ઇનામ જીતવાની.
SBS Gujarati Diwali Kids Artwork Photo Competition 2023
દિવાળી દરમિયાન બાળકો દ્વારા બનાવવામાં આવેલા આર્ટવર્કનો ફોટો અમને gujarati.program@sbs.com.au પર 6 નવેમ્બર 2023થી 19 નવેમ્બર 2023 દરમિયાન મોકલો.

1. પ્રથમ ફોટો - આર્ટવર્ક બનાવનારા બાળકનો આર્ટવર્ક બનાવતી વખતે.
2. બીજો ફોટો - આર્ટવર્ક બનાવનારા બાળકનો સંપૂર્ણ આર્ટવર્ક સાથે.
દાખલા તરીકે - દિવાળીનો સંદેશ આપતું આર્ટવર્ક, રંગોળી, ટેબલની સજાવટ, દિવા પર અવનવી ડિઝાઇન.

સ્પર્ધામાં એક વિજેતા પસંદ કરવામાં આવશે. ઇનામ સ્વરૂપે 250 ઓસ્ટ્રેલિયન ડોલરનું એક ગિફ્ટ વાઉચર આપવામાં આવશે.

Businesses get green light to offer rewards to people who receive their COVID jab. Credit: Gift cards
સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે 2 ફોટો gujarati.program@sbs.com.au પર મોકલવાના રહેશે.
સ્પર્ધામાં 16 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો ભાગ લઇ શકશે.
16 થી મોટી ઉંમરની વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લેવા માટે લાયક બનશે નહીં.
16 વર્ષથી નાની ઉંમરના બાળકને ભાગ લેવા તેમની વિગતો જેમાં, નામ, જન્મ તારીખ, ઉંમર, ઓસ્ટ્રેલિયામાં ઘરનું સરનામું, ઇ-મેલ એડ્રેસ, ફોન નંબર મોકલવાનો રહેશે.
આ ઉપરાંત, માતા-પિતાએ ઇ-મેલમાં બાળકની ભાગ લેવાની મંજૂરી આપવાની રહેશે.
માતા-પિતાએ ઇ-મેલમાં તેમની પોતાની વિગતો આપવી જરૂરી છે.
6 નવેમ્બર 2023થી 19 નવેમ્બર 2023 (AEST) સાંજે 5 વાગ્યા સુધી એન્ટ્રી મોકલી શકો છો.
વિજેતાઓની જાહેરાત
સ્પર્ધકોમાંથી એક વિજેતા પસંદ કરવામાં આવશે. જેની જાહેરાત 19મી નવેમ્બર બાદ કરવામાં આવશે. વિજેતાને ઇ-મેલ અથવા ફોન દ્વારા જાણકારી આપવામાં આવશે.
SBS Gujarati વેબસાઇટ પર વિજેતાના આર્ટવર્કનો ફોટો અને તેમનું નામ આર્ટીકલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લેવાની શરત
SBS Gujarati Diwali Kids Artwork Photo Competition 2023 માં હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા 16 કે તેથી નાની ઉંમરના બાળકો ભાગ લઇ શકે છે.
સ્પર્ધામાં ભાગ લેવા બાળકોના માતા-પિતાએ તેમના બદલે તેમની એન્ટ્રી સબમીટ કરવાની રહેશે.
સ્પર્ધાના પ્રાયોજક, પ્રાઇઝ સપ્લાયર અને તેની સાથે જોડાયેલી કંપની તથા તેમના નજીકના પરિવારજનો ભાગ લઇ શકશે નહીં.
સ્પર્ધામાં વ્યક્તિ દીઠ એક જ એન્ટ્રી મોકલાવી શકાશે.
** આર્ટવર્કનો ફોટો મોકલીને તમે SBSને તે સોશિયલ મીડિયા સહિતના માધ્યમ પર વાપરવાની પરવાનગી આપી રહ્યા છો. તથા, તમામ સ્પર્ધકના માતા-પિતા આ અંગે સંમતિ આપી રહ્યા છે.