ફાયર સર્વિસના અધિકારીઓ કહે છે કે ન્યુ સાઉથ વેલ્સના ઘણા ભાગોમાં બુશ ફાયર વધુ વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે બપોર પછી પવનની દિશા બદલાશે અને સાથે પવન તોફાની બનશે તેથી જોખમ પણ વધશે.
જે બાબતો આપણે અત્યાર સુધી જાણીએ છીએ
- સિડની, ઇલાવારા અને હન્ટર વિસ્તારોમાં હોનારતનું જોખમ
- આગ 50 થી વધુ સ્થળોએ ફેલાઈ ગઈ. 26નું સંચાલન કરવામાં આવ્યું નથી
- રાજ્યમાં 600 થી વધુ શાળાઓ બંધ છે
- કાર્યવાહીમાં 3,000 થી વધુ અગ્નિશામકો જેમાં 80 વિમાન પણ છે.
- રૂરલ ફાયર સર્વિસે કહ્યું કે પરિસ્થિતિ અપેક્ષા કરતા વધુ જોખમી છે
- જોખમ ઝડપથી વધે છે
વહેલી સવારે થોડી ઠંડક હોવા છતાં સિડનીમાં તાપમાન ખુબ ઝડપથી વધ્યું છે. બપોરના ૨ વાગ્યા સુધીમાં તાપમાન ૩૫ ડીગ્રી કરતા વધી ગયું હતું.
પવનની ગતિ પણ વધી રહી છે. સિડની વિસ્તારમાં વહેલી સવારના પવન 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો જે સાંજ સુધીમાં ૬૫ કી.મી પ્રતિકલાકની ઝડપે ફૂંકવાની આગાહી છે.
ગ્રામીણ ફાયર સર્વિસના નકશામાં કયા ક્ષેત્રમાં સૌથી વધુ જોખમ છે તે દર્શાવે છે.
હવામાન વિભાગનું કહેવું છે કે સાંજ સુધીમાં તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના હોવા છતાં પવનનો માર્ગ બદલાવાથી જોખમ વધશે.

NSW Catastrophic Fire Danger Source: SBS
આ વીડિયોમાં, ડિપાર્ટમેન્ટ સમજાવે છે કે કેવી રીતે.
એક સપ્તાહ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. પ્રીમિયર ગ્લેડીઝ બેરેજિકલિઆને ફાયર સર્વિસ કમિશનર શેન ફિટ્ઝિમન્સને વધારાના અધિકાર સોંપીને કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
સૈન્ય તૈયાર છે
કટોકટીને પહોંચી વળવા સૈન્ય પણ તૈયાર છે.
સંરક્ષણ પ્રધાન લિન્ડા રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે જે સૈનિકોએ અગ્નિશામક તરીકે કોઈ તાલીમ મેળવી નથી તેઓ પણ સહાય આપવા તૈયાર છે.
જંગલમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં 20 અગ્નિશામકોનો સમાવેશ થાય છે.
150 થી વધુ ઘરો અને અનેક વાહનો બળી ગયા હતા.
સિડનીના અનેક ભાગોમાં વીજળી કાપવામાં આવી હતી.
રાઇડ, ગ્લેડસવિલે અને ટેનીસન પોઇન્ટ જેવા ઉત્તર-પશ્ચિમ સિડનીના પરામાં લગભગ 2000 જેટલા ઘરોમાં વીજળી નહોતી.
ઓસગ્રીડે કહ્યું કે તે બપોર સુધીમાં તેને પુનર્સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.
Share


