યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગના કેટલાક વિદ્યાર્થીઓને લોકડાઉન હોવા છતાં પણ તેમના રૂમમાં પાર્ટી કરવાના કારણે રહેવાસમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
એબીસીમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ અનુસાર 5 વિદ્યાર્થીઓને કેમના કેમ્પસ ઇસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે. જ્યારે 11 વિદ્યાર્થીઓને ઉલ્લંઘન કરવા બદલ પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે તેઓ સમુદાયને જોખમમાં મૂકી રહ્યા છે.
યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગના સ્ટુડન્ટ એન્ડ એકોમોડેશન સર્વિસના ડાયરેક્ટર થેરેસા હોયનેસે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી જાહેર આરોગ્યના આદેશોને ખૂબ જ ગંભીરતાથી લે છે.
તેમણે જાહેર આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જે સહન કરવામાં આવશે નહીં.
હોયનેસે ઉમેર્યું હતું કે નિયમોનું પાલન નહીં કરવાના કારણે વાઇરસ ઝડપથી ફેલાય છે અને જો તેનું પાલન નહીં કરવામાં આવે તો પોલીસને જાણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી તથા યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડે કોવિડનો ચેપ ધરાવતા લોકોના નજીકના સંપર્કમાં આવતા તાજેતરમાં તેમની રહેવાસની સુવિધામાં લોકડાઉનના કડક નિયમો લાગૂ કરવાની ફરજ પડી હતી.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.