SBS acknowledges Aboriginal and Torres Strait Islander Peoples throughout Australia as the Traditional Owners of Country, and their continuing connection to land, waters, and community.
એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર મૂળ ગીત ૧૮૭૮માં ઓસ્ટ્રેલિયન શાળાના શિક્ષક અને ગીતકાર પીટર ડોડ્સ મેકકોર્મિક દ્વારા લખવામાં આવ્યુ હતું. ૧૯ એપ્રિલ ૧૯૮૪ના રોજ આ ગીતને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપવામાં આવી હતી.
૨૦૨૧માં, રાષ્ટ્રગીતની બીજી પંક્તિના શબ્દો 'Young and Free ' ને ' One and Free ' થી બદલવામાં આવ્યા, જેથી સમાવેશકતા પ્રતિબિંબિત થાય.
રાષ્ટ્રગીત સત્તાવાર સમારંભો, રમતગમત સ્પર્ધાઓ અને અન્ય સમુદાય કાર્યક્રમોમાં વગાડવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીતના શબ્દો Australians all let us rejoice,
ઓ ઓસ્ટ્રેલિયન, સૌ આનંદો,
For we are one and free;
છીએ ભેળાં ને સ્વાધીન;
We’ve golden soil and wealth for toil;
આ સ્વર્ણભૂમિ ને અર્જિત લક્ષ્મી;
Our home is girt by sea;
રક્ષતો ચોમેર જલધિ;
Our land abounds in nature’s gifts
આ ધરતીને કુદરતે સોંપ્યું છે
Of beauty rich and rare;
વિરલ વિપુલ સૌંદર્ય;
In history’s page, let every stage
ઇતિહાસના અખિલ વહેણમાં
Advance Australia Fair.
ઓસ્ટ્રેલિયા વધે આગળ.
In joyful strains, then let us sing,
થનગનતા આપણે સૌ ગાઈએ,
Advance Australia Fair.
ઓસ્ટ્રેલિયા વધે આગળ.
Beneath our radiant Southern Cross
ઝળહળતા સધર્ન ક્રોસ હેઠળ
We’ll toil with hearts and hands;
ને મહેનત તન મનથી;
To make this Commonwealth of ours
બનાવશું આપણું રાષ્ટ્રએ
Renowned of all the lands;
વિશ્વ ગાઈ જેની ખ્યાતિ;
For those who’ve come across the seas
કરી પાર આવ્યા જે સાગર
We’ve boundless plains to share;
વહેંચીએ આ ભૂમિ અપાર;
With courage let us all combine
સૌ હિંમતે ભેગા મળે
To Advance Australia Fair.
ઓસ્ટ્રેલિયા વધે આગળ.
In joyful strains then let us sing,
થનગનતા આપણે સૌ ગાઈએ,
Advance Australia Fair.
ઓસ્ટ્રેલિયા વધે આગળ.
- Credit: Don Arnold/Getty Images
ઓસ્ટ્રેલિયન નાગરિકતા પ્રતિજ્ઞા
૧૯૪૯માં ઓસ્ટ્રેલિયન નાગરિકત્વની રજૂઆત થઈ ત્યારથી, સાઠ લાખથી વધુ લોકો ઔપચારિક પદ્ધતિ દ્વારા નાગરિક બન્યા છે.
સ્થાનિક કાઉન્સિલો દ્વારા નાગરિકતા સમારોહનું આયોજન કરવામાં આવે છે, જેમાં ૧૭ સપ્ટેમ્બરના રોજ ઉજવાતા ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ દિવસનો પણ સમાવેશ થાય છે.
સમારોહના ભાગ રૂપે, ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે, અને લોકો ઓસ્ટ્રેલિયન નાગરિકત્વની જવાબદારીઓ સ્વીકારવાની પ્રતિજ્ઞા લે છે.
પ્રતિજ્ઞાના બે સંસ્કરણો છે, જેમાંથી એક ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.
પ્રતિજ્ઞાનું પ્રથમ સંસ્કરણ
From this time forward, under God,
આ સમયથી, ઈશ્વરની સાક્ષીએ,
I pledge my loyalty to Australia and its people,
હું ઓસ્ટ્રેલિયા અને તેના લોકો પ્રત્યે મારી વફાદારીનું વચન આપું છું,
whose democratic beliefs I share,
જેની લોકશાહી માન્યતાઓને હું માનું છું,
whose rights and liberties I respect, and
જેના અધિકારો અને સ્વતંત્રતાઓનો હું આદર કરું છું, અને
whose laws I will uphold and obey.
જેના કાયદાઓનું હું સમર્થન અને પાલન કરીશ.
Pledge version 2
From this time forward,
આ સમયથી,
I pledge my loyalty to Australia and its people,
હું ઓસ્ટ્રેલિયા અને તેના લોકો પ્રત્યે મારી વફાદારીનું વચન આપું છું,
whose democratic beliefs I share,
જેની લોકશાહી માન્યતાઓને હું માનું છું,
whose rights and liberties I respect, and
જેના અધિકારો અને સ્વતંત્રતાઓનો હું આદર કરું છું, અને
whose laws I will uphold and obey.
જેના કાયદાઓનું હું સમર્થન અને પાલન કરીશ.
Read and listen Australian National Anthem and citizenship pledge in your language