Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ભારતીય મૂળના બાળપણના 2 મિત્રોનું વિક્ટોરીયાના દરિયામાં ડૂબતા મૃત્યુ

ક્રિસમસના દિવસે વિક્ટોરીયાના વિલ્સન્સ પ્રોમોન્ટરી ખાતે ઘટના બની, ઘટનાની કેટલીક મિનીટો અગાઉ લેવામાં આવેલો ફોટો અંતિમ બની રહ્યો.

Two friends drown to death at Squeaky beach in Wilsons Promontory
Two friends drown to death at Squeaky beach in Wilsons Promontory. Source: www.news.com.au

ભારતીય મૂળના બાળપણના મિત્રો અનુપમ છાબડા અને આશુ દુગ્ગલ તેમના મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરવા માટે વિલ્સન્સ પ્રોમોન્ટરીના સ્ક્વીકી બીચ ખાતે ગયા હતા.

જ્યાં તેઓ બપોરના લગભગ 3.40 વાગ્યાની આસપાસ ઉંચા મોજામાં ફસાઇ ગયા અને સમુદ્રમાં ડૂબી ગયા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

અનુપમનું મૃત શરીર થોડાક કલાકો બાદ કિનારા પર લાવવામાં આવ્યું હતું.

વિક્ટોરીયા પોલીસે એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, અન્ય મુલાકાતીઓએ થ્રોનબરી ખાતે રહેતા એક યુવકને બહાર કાઢ્યો હતો પરંતુ તેનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું.

જ્યારે આશુ દુગ્ગલનું મૃત શરીર બીજા દિવસે શનિવારે મેળવવામાં આવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે ઘટનાના બીજા દિવસે બપોરે 2.30 વાગ્યાની આસપાસ સ્થાનિક પોલીસ ઓફિસર, વોટર પોલીસ, સર્ચ એન્ડ રેસ્ક્યુ પોલીસ તથા એર વિંગના અધિકારીઓએ શોધખોળ હાથ ધરીને અન્ય યુવકનું શરીર પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

ભારતીય મૂળના બંને મૃતકોની ઉંમર 26 વર્ષ હતી.

અનુપમના ભાઇ આદિત્ય છાબડાએ ફેસબુક પર બંને મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો સંદેશ લખ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, 25મી ડીસેમ્બરના રોજ કરવામાં આવેલો પ્રવાસ તમારા બંને સાથેનો અંતિમ પ્રવાસ બની રહ્યો. મારો ભાઇ અનુપમ છાબડા અને તેનો નાનપણના મિત્ર આશુ દુગ્ગલ મારી સાથે ફરવા માટે આવ્યા હતા પરંતુ ત્યાર બાદ તેઓ પરત ન ફર્યા.

તેઓ બીજી દુનિયાની યાત્રા પર ચાલી નીકળ્યા. તમારા બંને વગર જીવન ફરીથી સામાન્ય નહીં બને, તેમ તેમણે લખ્યું હતું.

ઘટનાની કેટલીક મિનીટો અગાઉ અનુપમ અને આશુએ એક ફોટો પણ લીધો હતો અને ત્યાર બાદ તેઓ દરિયામાં ડૂબી ગયા હતા.

પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે અને કોરોનર માટે એક રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.


2 min read

Published

By SBS Gujarati

Source: SBS



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now