VicHealth survey ના 601 લોકોના કરેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ગતવર્ષે દર ત્રણ માંથી એક વ્યક્તિ કોઈપ્રકારના વંશીય હુમલાનો ભોગ બન્યું છે અથવા તેને બનતા જોયું છે. તેમ છતાંય તેમાં અડધા લોકો એ આ અંગે નિષ્ક્રિયતા દર્શાવી હતી.
ગેર લાભકારી સેવા સંસ્થા ઓલ ટુગેટધર નાઉ, માત્ર વંશવાદની સમસ્યાના પર કાર્યરત સંસ્થા છે. સંસ્થાના ડિરેક્ટર પ્રિસિલા બ્રાઇસનું કહેવું છે કે તેઓ સમજી શકે છે કે શા કારણે લોકો આ અંગે બોલવાની ઈચ્છા નથી ધરાવતા.
"સર્વેક્ષણ દ્વારા જાણવા મળ્યું છે કે આ મુદ્દે લોકો મોટાભાગે નિષ્ક્રિય રહે છે કારણકે તેઓ આ અંગે પગલાં લેનાર પ્રથમ વ્યક્તિ બનવા નથી ઇચ્છતા. તેઓ કોઈએ ઉપાડેલા પગલાંને સહકાર જરૂર આપશે."
"પણ લોકો આ મુદ્દે તેમની અસાલમતીને લઈને શાંત રહે છે અથવા કોઈને મદદ કરવા શું કરવું કે આ અંગે શું બોલવું તે અંગે અનિશ્ચિતતા અનુભવે છે."
આ મુદ્દે વ્યક્તિ શું કરી શકે તે અંગે સુ શ્રી બ્રાઇસ જણાવે છે કે:
1. જલદ કે ભડકાઉ ન બને તેવી રીતે અવાજ ઉપાડવો
સુ શ્રી બ્રાઇસનું કહેવું છે કે વંશીય ટિપ્પણી કે પ્રસંગ સમયે વ્યક્તિ આવું કરનારને શાંતિ થી પૂછી શકે છે કે " આપ આવું શા માટે કહી રહ્યા છો? " આવું કરનાર વ્યક્તિ પર વંશવાદી હોવાનો આરોપ ન મુકવો જોઈએ.
2. જેમના પર ટિપ્પણી કે હુમલો થઇ રહ્યો છે તે વ્યક્તિની બાજુમાં બેસવું અથવા તેમને અન્ય જગ્યાએ જવામાં મદદ કરવી
સુ શ્રી બ્રાઇસનું કહેવું છે કે ," વ્યક્તિને અન્ય બોગીમાં લઈ જવા કે તેમની સાથે ફક્ત વાતચીત શરુ કરવાથી ધ્યાન બાંટી શકાય છે અને તેઓને સમર્થન મળે છે"

Alcohol-based hand rubs can be useful after using public transport if you’re away from soap and water. Bikeworldtravel/Shutterstock Source: The Conversation
3. અન્ય સાક્ષીઓ સાથે સંપર્કની વિગતોની આપ લે કરીને, જેથી પોલીસને તાપસમાં મદદ કરી શકાય
" જો આપ આ મુદ્દે પોલીસ ફરિયાદ કરવા ઇચ્છતા હોવ (જે કરવી જોઈએ ) તો અંગે સંયુક્ત ફરિયાદ કરવાથી આ કેસને અપરાધી વિરુદ્ધ બળ મળશે"

A NSW Police officer is seen in Sydney, Wednesday, May 6, 2015. (AAP Image/Dan Himbrechts) NO ARCHIVING Source: AAP
4. ફોન વડે ઘટનાનો વિડીયો રેકોર્ડ કરી પોલીસને આપવો
"મને વ્યક્તિગત રીતે આ પ્રકારના ફુટેજની સનસનીખેજ ખબર બને તે નથી ગમતું પરંતુ આથી આ પ્રકારના હુમલાના પીડિતને મદદ મળી શકે છે. આ ફૂટેજ માનવાધિકાર આયોગ કે પોલીસ પાસે ત્વરિત કેસ કરવામાં મદદરૂપ થઇ શકે છે" - સુ શ્રી બ્રાઇસ. ઘણા કિસ્સાઓમાં વિડીયો કલીપ બનતી જોઈ હુમલાખોર હુમલો કરવાનું ટાળી દે છે.

Source: Getty Images
5. પોતાનીજાતને શિક્ષિત કરવી
"University of Western Sydney દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમ The Challenging Racism Project ને જાણવાનું સૂચન હું મોટાભાગે કરતી હોઉં છું. આ સાથે પ્રથમ પગલાં તરીકે Everyday Racism app ડાઉનલોડ કરવી ." સુ શ્રી બ્રાઇસ

Source: Getty Images
ફેસ એ ટુ રેસિઝમ #FU2Racism - વંશવાદ અંગેના અભિગમને ચુનૌતી આપતા, અભિગમ દર્શાવતા કાર્યક્રમને આપ 27મી ફેબ્રુઆરી અને 1 માર્ચના સાંજે 8.30 વાગ્યે એસ બી એસ પર જોઈ શકશો.
આ કાર્યક્રમો SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.