ઓસ્ટ્રેલિયામાં 22મી ફેબ્રુઆરી 2021 સોમવારથી કોરોનાવાઇરસનું રસીકરણ શરૂ થયું છે. અને પ્રથમ તબક્કામાં આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરતા કર્મચારીઓને રસી આપવામાં આવશે. અગાઉ રવિવારે વડાપ્રધાન સ્કોટ મોરિસન સહિત એજ કેરના રહેવાસીઓ અને આરોગ્ય કર્મચારીઓએ કોરોનાવાઇરસની રસી મેળવી હતી.
વિશ્વ યુદ્ધના પ્રત્યક્ષદર્શીએ રસી લીધી
બીજા વિશ્વ યુદ્ધના પ્રત્યક્ષદર્શી 84 વર્ષીય જેન મેલસિયાક રવિવારે ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની રસી લેનારી પ્રથમ વ્યક્તિ બની હતી.
જેન મેલસિયાક બીજા વિશ્વ યુદ્ધ બાદ પોલેન્ડથી ઓસ્ટ્રેલિયાથી સ્થાયી થયા હતા અને તે હાલમાં એજ કેરમાં રહે છે. તેમણે સિડનીના કેસલ હિલ મેડિકલ સેન્ટર ખાતે રસી મેળવી હતી.

Prime Minister Scott Morrison joins Jane Malysiak (right) as she receives the first COVID-19 vaccine in Australia Source: AAP
વડાપ્રધાન સ્કોટ મોરિસને રસી લીધી
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ રવિવારે મેલસિયાક બાદ કોરોનાવાઇરસની રસી લીધી હતી. તેમણે રસી લીધા અગાઉ ઓસ્ટ્રેલિયા માટે તે એક ઐતિહાસિક દિવસ હોવાનું જણાવ્યું હતું.
રસી લીધા બાદ તેમણે ઓસ્ટ્રેલિયાના તમામ રહેવાસીઓને કોરોનાવાઇરસની રસી લેવાની વિનંતી કરી હતી.
SBS એ કોરોનાવાઇરસની રસી વિશેની માહિતી 60થી વધુ ભાષામાં ઉપલબ્ધ કરાવી
SBS દ્વારા સોમવારે કોરોનાવાઇરસની રસી વિશેની માહિતી AUSLAN સહિત 60થી વધુ ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જેમાં વિવિધ સમુદાયને તેમની જ ભાષામાં કોરોનાવાઇરસના રસીકરણના આયોજન, રસી કેવી રીતે કાર્ય કરશે તે અંગે માહિતી આપવામાં આવી છે.
આ ઉપરાંત રસીકરણ માટે કેન્દ્ર સરકારનું આયોજન અને તબક્કા, પ્રાથમિકતા તથા તે ક્યાં ઉપલબ્ધ થશે તે અંગે પણ જણાવવામાં આવ્યું છે.

Nurse manager Bradley McEntee was the third person in NSW to receive the Pfizer vaccination at the Royal Prince Alfred Hospital on Monday, 22 February, 2021. Source: AAP
ઓસ્ટ્રેલિયાના રાજ્યો અને ટેરીટરીમાં ફાઇઝરની રસીના 16 સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે.
- ન્યૂ સાઉથ વેલ્સ
- રોયલ પ્રિન્સ આલ્ફ્રેડ હોસ્પિટલ
- વેસ્ટમીડ હોસ્પિટલ
- લીવરપુલ હોસ્પિટલ
- વિક્ટોરીયા
- મોનાશ મેડિકલ સેન્ટર ક્લેટન
- સનશાઇન હોસ્પિટલ
- ઓસ્ટીન હેલ્શ
- યુનિવર્સિટી હોસ્પિટલ જીલોંગ
- ક્વિન્સલેન્ડ
- ગોલ્ડ કોસ્ટ યુનિવર્સિટી હોસ્પિટલ
- કેઇન હોસ્પિટલ
- પ્રિન્સેસ એલેકઝાન્ડ્રા હોસ્પિટલ
- સાઉથ ઓસ્ટ્રેલિયા
- રોયલ એડિલેડ હોસ્પિટલ
- ફ્લિન્ડર્સ મેડિકલ સેન્ટર
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
- પર્થ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ
- તાસ્મેનિયા
- રોયલ હોબાર્ટ હોસ્પિટલ
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
- ધ કેનબેરા હોસ્પિટલ
- નોધર્ન ટેરીટરી
- રોયલ ડાર્વિન હોસ્પિટલ
પ્રથમ તબક્કામાં જરૂરિયાત ધરાવતા સમૂહોને ફાઇઝર - બાયોનટેકની રસી અપાશે. મંગળવારે જ્યારે થેરાપેટીક ગુડ્સ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી મળશે ત્યાર બાદ માર્ચ મહિનાથી એસ્ટ્રાઝેનેકા - ઓક્સફોર્ડનું રસીકરણ શરૂ કરાશે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
22મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલા રસીકરણમાં સૌ પ્રથમ એજ કેર અને ડિસેબિલિટી કેરના રહેવાસીઓ તથા કર્મચારીઓ, પ્રથમ હરોળમાં કાર્ય કરતા આરોગ્ય અધિકારીઓ અને ક્વોરન્ટાઇન અને સરહદ પર કાર્ય કરતા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ફેસબુકના પ્રતિબંધને પગલે તમે અન્ય માધ્યમો દ્વારા પણ SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.