ભારતીય લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટી અને નેશનલ ડેમોક્રેટીક એલાન્યન્સ (NDA)નો જંગી બહુમતીથી વિજય થતાં ભારતમાં રહેલા પાર્ટી સમર્થકો તરફથી તો શુભેચ્છા મળી જ રહી છે પરંતુ, ભારત બહાર પણ વિદેશના નેતાઓ, સેલિબ્રિટીસ તેમને અભિનંદન આપી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી ફરીથી સરકાર બનાવશે તે નક્કી થતાં જ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાનના નેતાઓએ નરેન્દ્ર મોદી અને તેમના એલાયન્સને અભિનંદન આપતી ટ્વિટ પોસ્ટ કરી હતી.
સ્કોટ મોરિસને શુભેચ્છા પાઠવી
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને જંગી બહુમતીથી વિજય મેળવનારા પ્રધાનમંત્રી મોદીને અભિનંદન આપતા પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા અને ભારત વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી નોંધાવે છે. મને આશા છે કે આ ભાગીદારી આગામી વર્ષોમાં નવો મુકામ હાંસલ કરશે.
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, અમેરિકા અને ભારત પોતાની ભાગીદારી વધુ મજબૂત કરે તેવી આશા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં વિજય મેળવવા બદલ અભિનંદન.
શાંતિ - સમૃદ્ધિ માટે ભારત સાથે કામ કરવા આતુર: ઇમરાન ખાન
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારતીય ચૂંટણીમાં વિજય મેળવનારા પ્રધાનમંત્રી મોદી અને ભારતીય જનતા પાર્ટીને પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, તેઓ સાઉથ એશિયામાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ થાય તે માટે પ્રધાનમંત્રી મોદી સાથે મળીને કાર્ય કરવા આતુર છે.
ઇઝરાઇલના પ્રધાનમંત્રી નેતન્યાહુ
સચિન તેંડુલકર
લતા મંગેશકર
પ્રધાનમંત્રીએ ટ્વિટરમાંથી ચોકીદાર શબ્દ હટાવ્યો
ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ પ્રધાનમંત્રી મોદીએ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરનો "ચોકીદાર" શબ્દ હટાવ્યો હતો. ટ્વિટરના માધ્યમથી તેમણે લોકોને જણાવ્યું હતું કે, ચોકીદાર શબ્દનો ઉપયોગ ભારતને જાતિવાદ, ભ્રષ્ટાચાર અને કોમવાદના દુષણથી દૂર રાખવા કરાયો હતો.
હવે, આ શબ્દને એક નવા મુકામ સુધી લઇ જવાનો સમય છે. હું મારા નામ આગળથી "ચોકીદાર" શબ્દ દૂર કરું છું પરંતુ તેની ભાવના સદાય મારી અંદર પ્રજવલિત રહેશે.
Share


