મેમ્બર ઓફ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત શ્રી આશક નાથવાની
Ashak Nathwani at SBS studios in Sydney Source: SBS Gujarati
આશકભાઈ નાથવાની (AM) ખિસ્સામાં માત્ર 20 સેન્ટ્ લઇને ઓસ્ટ્રેલિયા આવ્યા હતા... આજે તેમને ઓસ્ટ્રેલિયામાં વસતા ઈસ્માઇલી સમુદાયમાં તેમના યોગદાન બદલ ઓસ્ટ્રેલિયન સરકારે સન્માનિત કર્યા છે. એક વાર તો તેમને મિકેનિકલ એન્જીનિયરિંગની લાયકાતના આધારે વિઝા જ ન મળ્યો પણ અણધાર્યા સંજોગોમાં તેઓ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા. અહીં આવી એન્જિનિયર તરીકે જ સફળ કારકિર્દી પણ બનાવી અને ત્યાર બાદ sustainable design એન્ડ engineering ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. યુનિવર્સિટી ઓફ સિડની ખાતે એક નવો અભ્યાસ ક્રમ તૈયાર કરી , નવી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીની સ્થાપના કરી છે. તો વળી ઓસ્ટ્રેલિયાની પ્રથમ comfort analysis પ્રયોગશાળા સ્થાપવામાં તેઓ અગ્રેસર હતા. આશકભાઈ નાથવાનીએ ઓસ્ટ્રેલિયાના ઈસ્માઇલી સમુદાય વિશે નીતલ દેસાઈ સાથે વાત કરી અને અમે ખાસ તેમને પૂછ્યું કે વિસા રિજેક્ટ થયા પછી પણ તેઓ ઓસ્ટ્રેલિયા કેવી રીતે આવ્યા?
Share