ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ સંખ્યામાં ફ્લુના કેસ નોંધાતા રસી લેવાની આરોગ્ય નિષ્ણાતોની સલાહ

A doctor applying a bandaid to a patient's arm at a clinic.

Infectious disease specialists are urging everyone to get a flu vaccination to try to prevent a repeat of last year which saw Australia experience a record number of deaths from influenza. Source: Getty / Marco VDM

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ચેપી રોગના નિષ્ણાતો ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓને ફ્લુ રસી મેળવવા માટે વિનંતી કરી રહ્યા છે. મળતા આંકડા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં ગયા વર્ષે 1,700 થી વધુ લોકો ઇન્ફ્લુએન્ઝાના કારણે મૃત્યુ પામ્યા હતા. ઇન્ફલ્યુએન્ઝા સબક્લેડ K અથવા સુપર-Kના ફેલાવાને કારણે આ વર્ષે પરિસ્થિતી વધુ ખરાબ થઈ શકે છે. વધુ માહિતી અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm

આપણો સમાજ આપણી વાતો SBS ગુજરાતી.

ચેપી રોગના નિષ્ણાતો ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓને ફ્લુ રસી મેળવવા માટે વિનંતી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઇન્ફ્લુએન્ઝાથી રેકોર્ડ સંખ્યામાં લોકોના મૃત્યુ નિપજ્યા હતા. મળતા આંકડા પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ગયા વર્ષે 1700 થી વધુ લોકો ઇન્ફ્લુએન્ઝાના કારણે મૃત્યુ પામ્યા હતા અને અડધા મિલિયનથી વધુ કેસ નોંધાયા હતા.

આરોગ્ય નિષ્ણાતો જણાવી રહ્યા છે કે નીચા રસીકરણનો દર ઊંચા કેસોની સંખ્યામાં ફાળો આપી રહ્યો છે

અને તેઓ ચેતવણી આપી રહ્યા છે કે ઇન્ફ્લુએન્ઝાથી subclade K અથવા super K ના ફેલાવાના કારણે આ વર્ષે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તો આવો તે અંગેની વધુ વિગતો અહેવાલમાં મેળવીએ.

super K ફ્લૂના subclade K તરીકે ઓળખાતા અને ઝડપથી ફેલાતા ફ્લૂ વેરિયન્ટને કારણે ઓસ્ટ્રેલિયાએ ફ્લૂના કેસની સંખ્યામાં વધારો નોંધ્યો છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ફ્લૂના 5 લાખથી વધુ કેસ નોંધાયા હતા અને આ વર્ષે ફ્લૂની સિઝન ટોચ પર પહોંચે તે પહેલાથી જ 24000 થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.

બ્રિસ્બેનમાં Metreના ચેપી રોગના ડિરેક્ટર પ્રોફેસર Paul Griffin જણાવી રહ્યા છે કે દરેક લોકોએ ફ્લૂની રસી મેળવી લેવી જોઈએ. તેઓ વધુમાં ઉમેરી રહ્યા છે કે આ વર્ષની ફ્લૂ રસીઓ super K સામે રક્ષણ પ્રદાન કરે છે.

સિડની યુનિવર્સિટીના ચેપી રોગના નિષ્ણાત પ્રોફેસર Robert Bouwએ ચેનલ 9ને જણાવ્યું હતું કે ફ્લૂનું super K સ્વરૂપ જાહેર આરોગ્ય માટે ખતરો છે કારણ કે તે ખૂબ જ સરળતાથી ફેલાય છે.

ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ફ્લૂ થયા પછી 1738 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જે રેકોર્ડ પરની સૌથી ખરાબ ફ્લૂની અસર હતી. પ્રોફેસર Paul Griffin જણાવી રહ્યા છે કે કેસની સંખ્યા હોવી જોઈએ તેના કરતાં ઘણી વધારે છે. કારણ કે COVID-19 રોગચાળાની શરૂઆતથી રસીકરણના દરમાં ઘટાડો નોંધાયો છે.

ગયા વર્ષે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના 60.5% લોકોએ રસી મેળવી હતી. જ્યારે 50થી 65 વર્ષની વયના 32.3% લોકોને રસી આપવામાં આવી હતી. રસી ઉત્પાદક CSL Sekrinના વેક્સિન મેડિકલ ડિરેક્ટર Dr. Jules Belliseએ channel 7ને જણાવ્યું હતું કે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો સૌથી વધુ સંવેદનશીલ છે.

પ્રોફેસર Paul Griffin જણાવી રહ્યા છે કે રસીકરણના ઓછા આંકડા માટે રસી વિશેની ખોટી માહિતી આંશિક રીતે જવાબદાર છે.

ફ્લૂની રસી હવે એપ્રિલ અને મે મહિનામાં ઉપલબ્ધ છે, જે ફ્લૂની સૌથી ખરાબ મોસમ પહેલાં રક્ષણ મેળવવા માટેનો આ આદર્શ સમય ગણવામાં આવે છે. SBS News માટે Greg Diet દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલો આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો વત્સલ પટેલ પાસેથી.

SBS ગુજરાતી, રેડિયો પર, મોબાઇલ પર અને online.

END OF TRANSCRIPT

Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now