ઓસ્ટ્રેલિયન PR માટે 5 પોઇન્ટ્સનો ઉમેરો કરતી NAATI CCL પરીક્ષામાં આવેલા ફેરફાર

Source: Getty Images/LuapVision
ઓસ્ટ્રેલિયામાં પર્મેનન્ટ રેસીડન્સી મેળવવા ઇચ્છતા લોકો અહીંના સમુદાયમાં સંવાદ કરવાની યોગ્ય ક્ષમતા ધરાવે છે કે કેમ તે તપાસવા માટે NAATI Credentialed Community Language (CCL) ની પરીક્ષા લેવાય છે. પરીક્ષા પાસ કરવાથી પર્મેનન્ટ રેસીડન્સીના કુલ પોઇન્ટ્સમાં વધુ 5 પોઇન્ટ્સનો ઉમેરો થાય છે. A-One Australia એજ્યુકેશન ગ્રૂપ તરફથી માલ્કમ કલવચવાલાએ SBS Gujarati સાથે પરીક્ષા વિશે વાત કરી હતી.
Share