Missing Persons Week અંતર્ગત લાંબા સમયથી ગુમ થયેલ લોકો વિષે જાણકારી અને જાગૃતતા ફેલાવવા માટેના નવતર પ્રયાસમાં કોફી કપ્સનો ઉપયોગ કરાશે . આ પ્રયાસથી ગુમ થયેલ વ્યક્તિઓના પરિવારજનોમાં આશા જન્મી છે.
ગુમ થયેલી વ્યક્તિ માત્ર આંકડા નથી, એવા મુખ્ય સંદેશ સાથે આ વર્ષે મિસિંગ પર્સન્સ વિકના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમેરિકામાં ૧૯૮૦ના દાયકામાં ગુમ થયેલ લોકોના ફોટા દૂધના કેન પર છાપવામાં આવતા હતા, એ સફળ ઝુંબેશનો આ નવો પ્રયોગ છે.
ઓસ્ટ્રેલિયામાં ગુમ થનાર વ્યક્તિને મોટા ભાગે ઝડપથી શોધી લેવામાં આવે છે પરંતુ અંદાજે ૩,૦૦૦ લોકો લાંબા સમયથી ગુમ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






