ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિનું પ્રતિબિંબ ઝીલતી ગુજરાતી ફિલ્મ હેલ્લારોને ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે નવાજવામાં આવી. આ સાથે ફિલ્મની ૧૩ અભિનત્રીઓને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ફિલ્મના દિગ્દર્શક અભિષેક શાહને પણ પ્રથમ પ્રયાસે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પ્રકારના એવોર્ડ્સ મેળવનાર આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મના દિગ્દર્શક અભિષેક શાહે ફિલ્મના નામ અને ફિલ્મની કથા વિષે એસ બી એસ ગુજરાતી સાથે કરેલ વાતચીત.