નેશનલ રીકન્શિલિયેશન વીક એ તમામ ઓસ્ટ્રેલિયન્સને દેશના ઇતિહાસ, સંસ્કૃતિ તથા સિદ્ધીઓ વિશે જાણી એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો સાથે એક સુમેળભર્યો સંબંધ બાંધવાની તક આપે છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા હોય તેવા માઇગ્રન્ટ્સ આ ઉજવણીમાં કેવી રીતે ભાગ લઇ શકે વિશે માહિતી મેળવીએ.