ઓસ્ટ્રેલિયામાં 10મી ઓગસ્ટ 2021ના રોજ વસ્તી ગણતરી યોજાશે, ઓસ્ટ્રેલિયાના નાગરિકો, પર્મેનન્ટ રેસીડન્ટ્સ તથા તમામ વિસાધારકોએ ગણતરીની આ પ્રક્રિયામાં ભાગ લેવો ફરજિયાત છે. ઓસ્ટ્રેલિયામાં બહુસાંસ્કૃતિક સમુદાયો માટે કેવી યોજના અમલમાં મૂકવી તે વસ્તી ગણતરી દ્વારા જાણી શકાય છે. જોકે, વસ્તી ગણતરીમાં ભાગ ન લેવા બદલ જંગી દંડ પણ થઇ શકે છે. આવો, જાણિએ વસ્તી ગણતરીની પ્રક્રિયા સાથે જોડાયેલી વિગતો આ અહેવાલમાં...