ન્યૂ સાઉથ વેલ્સમાં આજથી ફાર્માસિસ્ટ પાસેથી એસ્ટ્રાઝેનેકાની રસી મેળવી શકાશે. પરંતુ, રસી લીધા બાદ લોહીની ગાંઠ થવાના કિસ્સા નોંધાતા એસ્ટ્રાઝેનેકા કે ફાઇઝર, કઇ રસી લેવી તે અંગે લોકોમાં મૂંઝવણ છે. એસ્ટ્રાઝેનેકા રસી સાથે જોડાયેલી કેટલીક ગેરસમજ વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છે સિડની સ્થિત ડો નિર્ઝરી પંડિત.