ઓસ્ટ્રેલિયાનું અર્થતંત્ર ધીરે ધીરે કોરોનાવાઇરસની મહામારીમાંથી બેઠું થઇ રહ્યું છે પરંતુ એક ક્ષેત્ર એવું છે જે હજી પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હોવાના કારણે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી ન શકતા દેશની યુનિવર્સિટીને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
એબીસીમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે યુનિવર્સિટીસ ઓસ્ટ્રેલિયાએ કોરોનાવાઇરસના કારણે અસર પામેલા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને હજી પણ વધુ પરેશાનીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થઇ ત્યારથી અત્યાર સુધીમાં માત્ર 63 વિદ્યાર્થીઓ જ પરત ફરી શક્યા છે.
ચાર્લ્સ ડાર્વિન યુનિવર્સિટીએ નવેમ્બર 2020માં સિંગાપોરથી આ વિદ્યાર્થીઓના જથ્થાને ચાર્ટર પ્લેન દ્વારા ડાર્વિન લાવવામાં સફળતા મેળવી હતી.
ચીન, હોંગ કોંગ, જાપાન, વિયેતનામ અને ઇન્ડોનેશિયાના વિદ્યાર્થીઓ અગાઉ સિંગાપોર પહોંચ્યા હતા અને ત્યાંથી ઓસ્ટ્રેલિયા પરત ફર્યા હતા.
તેમણે કોરોનાવાઇરસનો નેગેટીવ રીપોર્ટ દર્શાવીને ત્યાર બાદ ડાર્વિનના હાવર્ટ સ્પ્રિન્ગ્સ ખાતે 14 દિવસ ક્વોરન્ટાઇન પૂરું કર્યું હતું. વર્તમાન સમયમાં જ્યારે આંતરરાષ્ટ્રીય ઉતરાણની સંખ્યા મર્યાદિત છે તથા કોરોનાવાઇરસના નવા કેસ જોવા મળી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરત લાવવાની યોજના શક્ય બને તે લાગતું નથી.
વર્તમાન સમયમાં જ્યારે આંતરરાષ્ટ્રીય ઉતરાણની સંખ્યા મર્યાદિત છે તથા કોરોનાવાઇરસના નવા કેસ જોવા મળી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરત લાવવાની યોજના શક્ય બને તે લાગતું નથી.

Representational image of international students in Australian university. Source: Getty Images
પરંતુ, મળતી માહિતી પ્રમાણે, ચાર્લ્સ ડાર્વિન યુનિવર્સિટી હજી પણ વિવિધ દેશોમાંથી 700 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે આતુર છે.
વિદ્યાર્થીઓના પ્રથમ જથ્થાને પરત લાવનારી ચાર્લ્સ ડાર્વિન યુનિવર્સિટીની ગ્લોબલ ટીમના સભ્ય જોએન ક્રેસ્ટલે જણાવ્યું હતું કે હાલમાં અમે નોધર્ન ટેરીટરીની સરકાર સાથે આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ.
જો સરકાર તરફથી મંજૂરી મળશે તો એપ્રિલ મહિનાથી સિંગાપોર, ભારત, નેપાળ તથા બાંગ્લાદેશથી ફ્લાઇટ્સ દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવાની યોજના છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી એલન ટજે તાજેતરમાં જણાવ્યું હતું કે દેશભરની યુનિવર્સિટી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે યોજના ઘડી રહી છે પરંતુ હજી સુધી કોઇ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.
ચાર્લ્સ ડાર્વિન યુનિવર્સિટી તેમના આયોજનમાં સફળ થશે તથા અન્ય યુનિવર્સિટીને પણ તેમાંથી માર્ગદર્શન પ્રાપ્ત થશે તેવો ક્રિસ્ટલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.








