દર્પણ ઈનાની ભારતના ઉચ્ચત્તમ રેટિંગ ધરાવતા પ્રજ્ઞાચક્ષુ ચેસ ખેલાડી છે, જે દ્ર્ષ્ટિવાન ચેસ ખેલાડીઓ સામે ચેસ રમે છે. આ કરવું કઈ રીતે શક્ય બને છે તે જણાવતા તેઓ કહે છે કે તેઓ ચેસ બોર્ડના પિક્ચરની કલ્પના કરે છે, અને રમત દરમિયાન તેમના પ્રતિસ્પર્ધી બોલીને તેમની ચાલ દર્પણને જણાવે છે. દર્પણ આ બદલાવની કલ્પના કરીને પોતાની ચાલ ચાલે છે.
ફ્રાન્સ ખાતે આયોજિત ક્રેયોન ઓપન ટુર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સુવર્ણચંદ્રક મેળવનાર દર્પણ માને છે કે " સફળતા લાઇટને (દ્રષ્ટિને) અનુસરતી નથી, પણ લાઈટ (દ્રષ્ટિ ) સફળતાને અનુસરે છે."
દર્પણની જીવની પ્રેરક છે. ખુબ નાની વયે દર્પણને સ્ટીવન - જોહન્સન સિન્ડ્રોમ નામક બીમારીનું નિદાન થયું અને તેઓએ પોતાના આંખોની રોશની ગુમાવી. દર્પણ પૂર્ણ રીતે આંખોની દ્રષ્ટિ ગુમાવી ચુક્યા છે.
દર્પણનો અભ્યાસ સામાન્ય શાળામાં એટલેકે, દ્ર્ષ્ટિવાન વિદ્યાર્થીઓ સાથે થયો છે. દર્પણ જણાવે છે કે, " જયારે પી ટી નો પિરિયડ હોય કે થોડો ફરી સમય હોય તો મારા ક્લાસના વિદ્યાર્થીઓ અને મારા દોસ્તો ક્રિકેટ, ખો - ખો જેવી રમતો રમતા, જે મારા માટે રમવી અસંભવ હતી. આ સમસ્યાના સમાધાન રૂપે મારા માતા - પિતા અને મેં જાણ્યું કે હું ચેસ રમી શકું છું અને એ પણ સામાન્ય ખેલાડી સામે "
દર્પણ સમજાવે છે કે તેઓ ચેસ માટે એક વિશેષ પ્રકારના ચેસબોર્ડનો ઉપયોગ કરે છે, જેમાં દરેક ચોરસમાં કાણાં (છેદ) અને નેઇલ (અટકણ) હોય છે. જે પ્રજ્ઞાચક્ષુ ખેલાડી જયારે ચેસના પીસને અડકે ત્યારે બોર્ડ પર પકડી રાખે છે.

Source: Darpan Inani
જેમ માઈક્રોસોફ્ટ એક્સેલની શીટ પર દરેક આડી અને ઉભી લાઈનોને નમ્બર અને ક્રમ આપવામાં આવે છે, તે જ રીતે ચેસબોર્ડ પરની આડી - ઉભી લાઈનોને પણ નમ્બર અને ક્રમ આપવામાં આવે છે. જયારે પ્રતિસ્પર્ધી પોતાની ચાલ ચાલે છે, ત્યારે તેને પોતાનો પીસ (પ્યાદું ) ક્યાં મૂક્યું તે બોલીને જણાવે છે. સામાન્ય ચેસની રમતમાં આ ચાલ લખવી પડે છે. દર્પણ પોતાના પ્રતિસ્પર્ધીએ બોલેલ ચાલની કલ્પના કરી તે મુજબ વર્તે છે.
" હું ચેસબોર્ડ અને પીસ (પ્યાદા)ની કલ્પના કરું છું અને મારા પ્રતિસ્પર્ધી તેમનીદરેક ચાલ બોલીને જણાવે છે, જેમકે "હાથી બી 4 " અને હું આ ચાલને મારી કલ્પનામાં કેદ કરું છું. "
તેઓ ચેક મેટ - પ્રોજેક્ટ સાથે જોડાયેલ છે, આ પ્રોજેક્ટ દ્વારા ભારતમાંબ્લાઇન્ડ ચેસ ના પ્રસાર - પ્રચાર નું કામ કરવામાં આવે છે. દર્પણ અભ્યાસ ક્ષેત્રે પણ ખુબ સારી કારકિર્દી ધરાવે છે, ટૂંક સમયમાં તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો અભ્યાસ પૂર્ણ કરશે. આ ઉપરાંત તેઓ સંગીતના પણ શોખીન છે અને તબલા વાદન તથા હાર્મોનિયમ વગાડે છે.

Source: Darpan Inani
સોનેરી સિદ્ધિઓ :
દર્પણે અન્ડર 13,15 અને 17 કેટેગરીમાં સાઇટેડ સ્ટેટ ચેસ ટુર્નામેન્ટ્સ જીતી છે અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
16 વર્ષની વયે રાષ્ટ્રીય બ્લાઇન્ડ ચેસ ચેમ્પિયનશિપ (no age bar) જીતી, વર્ષ 2010માં તેઓ સૌથી નાની વયે આ ખિતાબ હાંસલ કરનાર બન્યા.
વર્ષ 2013માં સાઇબિરિયા ખાતે વિશ્વ જુનિયર બ્લાઇન્ડ ચેસ ચેમ્પિયનશિપ (U20) માં તેઓએ કાંસ્ય પાદક જીત્યો હતો.
અને હાલમાંજ ફ્રાન્સ ખાતે ક્રેયોન ઓપન ચેસ ટુર્નામેન્ટ (open sighted tournament) માં સુવર્ણચંદ્રક મેળવી ભારતનું નામ ઉજળું કર્યું હતું.
ભવિષ્યમાં દર્પણ પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ કરવા ઈચ્છે છે અને પ્રથમ બ્લાઇન્ડ ઇન્ટરનેશનલ ચેસ માસ્ટર બનવું છે.
દર્પણ ઈનાની સાથે થયેલ વિગતવાર વાતચીત પોડકાસ્ટમાં સાંભળી શકાશે.





